________________
ર૪ર
જપ-રહસ્ય થતું નથી. સર્વ પ્રકારની વિભૂતિ તથા સિદ્ધિ અગ્નિકાર્ય વડે પ્રાપ્ત થાય છે.”
હોમ કરવા માટે અગ્નિકુંડ કે વેદિકા હોવી જોઈએ. તેમ ન બને તે એક પાત્રમાં અગ્નિ ભરીને તેમાં અમુક પ્રકારનાં સમિધ-હેમ માટેનાં લાકડાં તથા સૂચિત દ્રવ્યોની આહુતિ આપવી જોઈએ. તેમાં ઘી, જવ, તલ વગેરેની મુખ્યતા છે. આહુતિની સંખ્યાને આધાર જપ પર છે. જે પ્રતિદિન ૨૦૦૦ જપ ર્યા હોય તે તેના દશમાં ભાગે ૨૦૦ આહુતિઓ આપવી જોઈએ અને ૩૦૦૦ જપ કર્યા હોય તે ૩૦૦ આહુતિઓ આપવી જોઈએ. પૂર્વ તૈયારી વિના આ બધું બની શકે નહિ. વળી તેમાં સમય અને દ્રવ્યત્યયને પ્રશ્ન પણ વિચારણીય બને છે. તાત્પર્ય કે સાધકવર્ગના મોટા ભાગને આ વસ્તુ અનુકૂલ પડે તેવી નથી.
અહીં એ વિકલ્પ બતાવવામાં આવ્યો છે કે જે હમ ન થઈ શકે તે આહુતિની સંખ્યાથી ચાર ગણું વધારે જપ કરવા. એટલે રોજના ૨૦૦૦ જપ થતા હોય તો ૨૦૦ આહુતિ આપવી ઘટે અને ૨૦૦ આહુતિ ના અપાય તે ૮૦૦ જપ વધારે કરવા જોઈએ. પરંતુ પ્રતિદિન માટે જે સંખ્યા નિયત કરી હોય તેટલો જ સાધકે જપ કરવાનો છે, એટલે તેમાં વધારો કરવો ઉચિત નથી, અથવા તે પિતે જે જપ કરે છે તેમાં જે ભાગ હેમ નિમિત્તને છે, એમ માનીને ચાલવું જોઈએ.
: