________________
ર૩૪ -
જપ-રહી . पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः। जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥
પૂજા કરતાં તેત્રનું ફલ કેટિગણું છે. તેત્ર કરતાં જપનું ફલ કેટિગણું છે. જપ કરતાં ધ્યાનનું ફલ કેટિગણું છે. અને ધ્યાન કરતાં લયનું ફલ કેટિગણું છે.”
અહીં પ્રથમ મંત્રદેવતાની પૂજા, પછી તેમની તેત્રાદિ વડે સ્તવન, પછી તેમને મંત્રજપ, પછી તેમનું ધ્યાન અને છેવટે લય એટલે તેમાં ચિત્તવૃત્તિનું તદાકારપણું સૂચવાયેલું છે. એટલે જપ પછી ધ્યાન સુવિહિત છે.
જપ કરતાં મનનું પરિભ્રમણ અટકે છે, વૃત્તિઓ સ્થિર થાય છે, એટલે તેને ધ્યાનમાં જોડવાનું સરલ અને છે. એ દષ્ટિએ પણ જપ પછી ધ્યાનને કેમ યોગ્ય લાગે છે.
અહીં ધ્યાનથી શું સમજવું ? તેને ઉત્તર ઘેરંડસંહિતામાં આ પ્રમાણે અપાચે છે:
यस्य देवस्य यद्रूपं, यथाभूषणवाहनम् । तद्रूपं ध्यायते नित्यं, स्थूलध्यानमिदं विङः ।
જે દેવનું જે ફળ હોય તેને જે ભૂષણ, વાહન, (આયુધ) આદિ હોય, તે રૂપનું નિત્ય ધ્યાન ધરવું. આ ધ્યાનને સ્થૂલ જાણવું.” - દેવતાઓની જે મૂર્તિઓ બને છે, તે તેમના રૂપનેસ્વરૂપને પ્રકટ કરનારી છે. મૂર્તિના અભાવે ચિત્ર કે છબી પણ તેને ખ્યાલ આપે છે.