________________
[૩૨] ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
પ્રથમ મંત્રદેવતાનું વિવિધ ઉપચાર વડે પૂજન કરવું, પછી તેમની સ્તોત્રાદિ વડે સ્તવના કરવી અને ત્યારબાદ . તેમને મંત્રજપ કરે, એ વસ્તુ અમે પૂર્વપ્રકરણમાં
દર્શાવી ગયા છીએ. વળી જપ-કયાં કરવો? કયારે કરશે ? કેમ કરી? તેમાં કઈ વસ્તુનું લક્ષ્ય રાખવું ? તથા જપની સંખ્યા શી રીતે ગણવી? તેનું પણ પૂર્વ પ્રકરણમાં વિસ્તૃત વિવેચન કરી ગયા છીએ. હવે જપ પછી તરત શું કરવું જોઈએ? તે દર્શાવીશું. ' , ' મંત્રાગનાં ૧૬ અંગમાં જ૫ પછી તરત ધ્યાનનો કેમ આવે છે, તે પાઠકે જાણી ચૂક્યા છે. (જુઓ પૃષ્ઠ ૮૫) વળી મંત્રની પંચાંગ પદ્ધતિમાં પણ જપ પછી તરત ધ્યાનને કિમ નિર્દેશાયેલ છે. (જુઓ પૃષ્ઠ ૮૭) તે જ રીતે જપસાધના અંગેની ક્રિયાઓનું ફલ દર્શાવતાં પણ આ જ કમને અનુસરવામાં આવ્યું છે. જેમકે