________________
૧૯૮
જપ-૨હસ્ય. કરતા નથી. તેમને એ જ પરિસ્થિતિમાં જપ કરતાં ખૂબ આનંદ આવે છે અને તેનું સાતત્ય જીવનપર્યત જાળવી રાખે છે. આવાને માટે પસંખ્યાનો નિયમ નથી, - પરંતુ જેઓ દેવી-દેવતાને પ્રસન્ન કરવા ચાહે છે અને તેમના " દ્વારા અમુક ફલની અપેક્ષા રાખે છે, તેમણે જપસંખ્યાને પૂરો ખ્યાલ રાખવાનો છે.
' “કેટલે જપ થયો?” તે ગણતરી કર્યા વિના સમજાતું નથી, એટલે જપની સંખ્યા ગણવી જરૂરી બને છે. તે અંગે અગ્નિપુરાણમાં કહ્યું છે કે “ગણતરી વિનાના જપ અફળ છે.” બીજા એક તંત્રગ્રંથમાં કહ્યું છે કે “ગણતરી વિના થયેલા જપનું ફલ રાક્ષસે ગ્રહણ કરે છે. તેથી સાધકને કુલ મળતું નથી.” તાત્પર્ય કે જપસાધકે જપની સંખ્યાની ગણતરી અવશ્ય કરવી જોઈએ. .
જપની ગણતરી કેવી રીતે કરવી ?” એ પણ એક પ્રશ્ન છે. જપ કરતાં જઈએ અને તેની સંખ્યા ગણતાં જઈએ એ તે બને નહિ. એમાં તે સંખ્યાને પણ જપ થઈ જાય અને વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય, તેથી મંત્રવિશારદોએ માલાનું સાધન નક્કી કરેલું છે. માલા જેમ આભૂષણેમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેમ પસાધનામાં પણ મહત્ત્વનું
સ્થાન ધરાવે છે. અલબત્ત, આ બંનેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે - આપણે સામાન્ય સંસ્કાર એવો છે કે “માલા વડે જપ કરી શકાય એટલે તે સંબંધી વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. પરંતુ માલા ત્રણ પ્રકારની છે : (૧).