________________
૧૯૨
જપ-રહસ્ય. (૧૪) આસન બિછાવ્યા વિના મંત્રજપ કરવો નહિ. જપના પ્રકાર અનુસાર બેસવાના આસનની પસંદગી કરવાની હોય છે અને તે વિધિપૂર્વક બિછાવવાનું હોય છે કે જેનું. વર્ણન પૂર્વ પ્રકરણમાં થઈ ગયું છે. આસન બિછાવ્યા વિના ગમે ત્યાં બેસી જઈને જપ કરીએ તો એ વાસ્તવિક જપની ગણનામાં આવે નહિ.
અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે જપસાધના. માટે જે આસન પસંદ કર્યું હોય તેને ખાસ કારણ વિના બદલવું નહિ કે બીજા કેઈને તેને ઉપગ કરવા દેવો નહિ. જે આસન નિત્ય વપરાય છે, તે આપણી શુભ. ભાવનાઓથી પવિત્ર બને છે. આ આસન બદલી નાખીએ. તે એકડે એકથી ઘૂંટવા જેવું થાય છે અને બીજાને. વાપરવા આપતાં તેની પવિત્રતા શંકાસ્પદ બને છે.
અહીં એટલું જાણું લેવું જરૂરનું છે કે દરેક મનુષ્યના શરીરમાંથી પરમાણુઓને પ્રવાહ વહે છે અને તેની વાસના. અનુસાર તેની સારી કે ખાટી અસર થાય છે. “જે આસન પર સ્ત્રી બેઠેલી હોય, ત્યાં બે ઘડી સુધી બ્રહ્મચારીએ બેસવું નહિ એવો આદેશ શાસ્ત્રોમાં થયેલો છે. તેની પાછળ પણ: આ જ હેતુ રહેલો છે. તાત્પર્ય કે આસનશુદ્ધિ એ પણ. જપસાધનાનું મહત્વનું અંગ છે.
(૧૫) બહાર જવાની ઉતાવળ હોય તે વખતે મંત્રજપ કરવો નહિ, કારણ કે તે વખતે મન એકાગ્ર થવાને