________________
કેટલાક નિષેધ
૧૯ " (૧૦) નગ્ન થઈને મંત્રજપ કરવો નહિ. ' (૧૧) વાળ ખુલ્લા રાખીને મંત્રજપ કરવો નહિ. - આ નિયમ ખાસ કરીને સ્ત્રીઓને લાગુ પડે છે. તેમણે પિતાના વાળ ઓળીને-અંબોડે બાંધીને પછી જ જપમાં બેસવું. આજે તે વિદ્યાર્થીઓ અને યુવાનો પણું લાંબા વાળ રાખતા થઈ ગયા છે અને તે ઘડી ઘડી મોઢા પર આવે છે, એટલે તેમણે પણ જપ કરતી વખતે વાળને સરખા કરી લેવા જોઈએ અને આગળ ન આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ વ્યવસ્થા કેમ કરવી? તે તેમણે વિચારવાનું છે. . (૧૨) શરીર કે હાથ અપવિત્ર હોય ત્યારે જપ કરવો નહિ. સંગ કે શૌચ કર્યા પછીનું શરીર અપવિત્ર ગણાય છે. વળી તેને કોઈ નીચકર્મ કરનારને સ્પર્શ થી હોય તે પણ અપવિત્ર ગણાય છે. તે જ રીતે હાથ લોહી-પર વગેરેથી ખરડાયેલો હોય કે કેઈ ગંદા પદાર્થોને અડકો હોય કે તેનાથી ન કરવાનું કામ કરેલું હોય તે પણ અપવિત્ર ગણાય છે. આ સંગામાં સ્નાન કરીને તથા હાથને બરાબર ધોઈને પછી જ જપકિયા કરવી જોઈએ.
(૧૩) વાત કરતાં મંત્રજપ કરે નહિ. એક બાજુ વાતે ચાલતી હોય અને બીજી બાજુ હાથમાં રહેલી માળા
ફિરવાતી હોય ત્યાં જ યથાર્થ પણે થાય શી રીતે ? એટલે ' વાત કરતાં જપ કરવાનો નિષેધ છે. . .