________________
જપ ક્યારે કરવો ?
૧૭૮ પણ સંગેમાં તે કરવાની વૃત્તિ રાખવી જોઈએ. જ્યાં વૃત્તિ પ્રબલ હોય, ત્યાં મોટા ભાગે સંગે અનુકૂલ થઈ જાય છે.
જે જપની સંખ્યા વધારે હોય તો અમુક જપ સવારમાં, અમુક જપ બપોરે એટલે ત્રણથી સાડા પાંચના સમયમાં ' અને બાકીને જપ રાત્રિના બીજા પ્રહરે કરી શકાય છે.
જપને પ્રારંભ શુભ મુહૂર્ત કરવો જોઈએ અને તે પછી નિયમાનુસાર તેની ગણના કરવી જોઈએ. * તાંત્રિક કર્મોમાં અમુક ૫ અમુક પ્રહરે કરવાનું વિધાન છે, પણ આપણે તેમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. અહીં તે આપણા જીવન સાથે મેળ ખાય અને તેના દ્વારા શાન્તિ–તુષ્ટિ–પુષ્ટિને લાભ મેળવી શકીએ એ જ દષ્ટિએ સમસ્ત વિચારણા છે. શાન્તિ એટલે આપત્તિ, ઉપદ્ર કે અશાન્તિનું નિવારણ. તૃષ્ટિ એટલે મનને સંતોષ–આનંદ થાય એવી પરિસ્થિતિ. પુષ્ટિ એટલે સંપત્તિ તથા સૌભાગ્યની વૃદ્ધિ. શાન્તિને અર્થ પરમ શાન્તિ પણ થઈ શકે છે. જ્યાં સવે દુઃખે તથા કલેશેનો અભાવ હોય ત્યાં પરમ શાન્તિ પ્રવર્તે છે. શાસ્ત્રકારોએ આ સ્થિતિને મુક્તિ, મોક્ષ, નિર્વાણ કે નિઃશ્રેયસનું નામ આપેલું છે.
છેવટે એટલું જણાવી દઈએ કે જે જપનિષ્ઠ બને છે, જેને જપની લગની લાગી છે અને જેને જપ ર્યા. વિના ચેન પડતું નથી; એ ગમે તે સમયે જપ કરી પિતાનું અભીષ્ટ સાધી શકે છે.
I