________________
૧૭૬
જેપ-રહસ્ય ઉઠી જતા અને પ્રાતઃસ્મરણાદિ કરીને લેખનકાર્યમાં લાગી. જતા. આથી અમને ઘણો સમય મળી રહેતા. જે અમે આ રીતે વહેલા ઉઠવાની ટેવ પાડી ન હતી તે ભાગ્યે જ આટલા વિપુલ સાહિત્યનું સર્જન કરી શક્યા હોત ! અલબત્ત, એમાં બીજાં પણ કેટલાંક સહકારી કારણે હતાં, પણ સમયને લાગેવળગે છે, ત્યાં સુધી તે આ ટેવે જ મોટી. મદદ કરી હતી.
અમારા સમયની વાચનમાળામાં એક દેહરે એ આવતે કે
વહેલા જે સૂઈ અને, વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર.
તાત્પર્ય કે વહેલા ઉઠવામાં અનેક લાભો છે. તેને. વિચાર કરી વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
સમયની સંકીર્ણતાનો સાદ પાડનારાઓએ એ પણ. જેવું જોઈએ કે પિતાને સમય કેઈ નિરર્થક બાબતમાં તે વેડફત નથી ? વધારે સ્પષ્ટ કહીએ તો તેઓ સીનેમા, નાટક, રેડિચે, ટેલીવીઝન, ક્રિકેટ, કલબ, પીકનીક, પાર્ટી વગેરેમાં કેટલો સમય ગાળે છે, તેનો અંદાજ લગાવી. જુએ. અહીં કદાચ એવો ઉત્તર મળશે કે થાકેલા મનને. મનોરંજનની જરૂર છે, એટલે આ વસ્તુઓ નિરર્થક નથી. તેને ઉપયોગી જાણીને જ અમે તેમાં અમારે સમય વ્યતીત કરીએ છીએ. અમે તેમના આ ઉત્તરનો પ્રતિકાર કરવા.