________________
૧૬૮
જપ-રહસ્ય એવી છે કે તેમાં એકદમ ફેરફાર થતાં આપણને ફાવે નહિ અને તે સ્થાન છોડી દેવાનું મન થાય, એટલે વનપ્રદેશની પસંદગી કરનારે બધી બાજુને વિચાર કરી લેવું જોઈએ.
આજે તે હરદ્વાર જેવા સ્થાનમાં એરકન્ડીશન્ડ આશ્રમે બંધાયા છે અને લક્ષ્મગઝલામાં ચગસાધના કરવા માટે અદ્યતન પદ્ધતિના ફલેટે બંધાયા છે. આ પ્રગતિની દિશામાં પગલું છે કે આપણું પેગસાધનાનું ધારણ નીચે ઉતારે છે? એ વિચારવા જેવું છે.
તીર્થક્ષેત્રો પવિત્ર ગણાય છે અને ત્યાં જવાથી આપણી મનોભાવનામાં સારે એ પલટે આવે છે, પણ કેટલાંક તીર્થક્ષેત્રો આજે લેકોની ભીડ, ત્યાં જામતી ધાંધલ અને પંડયા વગેરેના સ્વાર્થને કારણે તેની પવિત્રતા ગુમાવી
હ્યા છે, એટલે સાધકે એવા તીર્થક્ષેત્રની પસંદગી કરવી જોઈએ કે જ્યાં એકાંત અને શાંતિ વ્યાપી રહેલાં હાય.
તીર્થક્ષેત્રોમાં પણ જે ક્ષેત્રમાં મહાન સાધકેએ સિદ્ધિ મેળવી હોય, તેને પ્રથમ પસંદગી આપવા જેવી છે. તેમાં જે સ્થાનને તેમણે ઉપયોગ કર્યો હોય, તે સ્થાનને ઉપયોગ કરવા તરફ વિશેષ લક્ષ્ય રાખવું જોઈએ.
નદીના કિનારે સામાન્ય રીતે વૃક્ષેની સુંદર ઘટાઓ કે હરિયાળાં ખેતરે હોય છે. વળી ત્યાનું હવામાન ખુશનુમા હોય છે અને ત્યાંથી જલપ્રવાહનાં સતત દર્શન થતાં