________________
જપ કયાં કરવું?
છે. છતાં કેઈને સરસ ગોશાળાની સગવડ મળે તે તેણે ' તેને ઉપગ કરવા જે ખરે. . . . . . . .
- આજે તે ગુરુના ઘરને પ્રશ્ન પણ વિચારણીય છે.
એક તે મંત્રદાતા ગુરુ સ્થાનિક હોય તો જ તેના ઘરે જવાનું અનુકૂળ રહે. જો તે દૂર વસતા હોય, તે ત્યાં જપ કરવા જવાનું ઘણું મુશ્કેલ પડે. બીજું સ્થાનિક ગુરુનું ઘર વિશાલ ન હોય, તે ત્યાં જપ કરવા માટે બેસવાનું અનુકૂળ રહે નહિ. ત્રીજું મંત્રદાતા ગુરુ ત્યાગી હોય અને તેને પિતાનું .
ઘર ન હોય, તે ક્યાં જવું ? એટલે તેની પસંદગી પણ " ભાગ્યે જ થાય છે.
- દેવમંદિર સામાન્ય રીતે પવિત્ર જ હોય છે. તેના એક ભાગમાં જપ માટે આસન જમાવી શકાય ખરું, પણ ત્યાં ઘણા માણસની અવર-જવર થતી હોય અને ઘોઘાટ ચાલુ હોય, તે ત્યાં જપ કરતાં ફાવે નહિ. જે મંદિર મોટું હોય અને તેમાં એક સ્થાને બેસવાની સગવડ હોય તે તેની પસંદગી કરવી જોઈએ. મંદિરનું વાતાવરણ પવિત્ર હોવાથી તે પસાધનામાં સહાય કરે છે.
વનપ્રદેશ સામાન્ય રીતે રમણીય હોય છે અને તેમાં એકાંત સ્થાન અવશ્ય મળી રહે છે, પણ ત્યાં રહેવાને ઉચિત પ્રબંધ ન હોય તો તબિયત બગડવાનો સંભવ ખરે,
એટલે ત્યાં રહેવાની સગવડ કરીને તેને પસંદગી આપવી - જોઈ એ. વળી આજની આપણા જીવનની રહેણી-કરણ