________________
સનની સ્થિરતા
૧૪૯ પદવી પામીશ. હવે આપ એક વેળા ફરી દર્શન દેવાની કૃપા કરજો, જેથી હું સંસારનાં બંધનમાંથી છૂટી અજરામર અવસ્થાને પ્રાપ્ત કરે ' .
આટલું કહી પુત્ર ચૂપ થઈ ગયે, પણ નારદજીને તેમના પ્રશ્નને સટ જવાબ મળી ગયા હતા, એટલે તેઓ ઘણું રાજી થયા અને પિતાના સ્થાને પાછા ફર્યા.
સાધુપુરુષને સંગ જેમ સત્સંગ કહેવાય છે, તેમ ધર્મપરાયણ, સદાચારી અથવા જ્ઞાનપ્રિય જિજ્ઞાસુજનને સંગ પણ સત્સંગ કહેવાય છે અને તેનું પરિણામ જરૂર સુંદર આવે છે.
જે જપ કરતાં વિચાર આવવા માંડે છે તેથી ગભરાઓ નહિ. તમારે જ ચાલુ જ રાખે. આ રીતે જપને અભ્યાસ ચાલુ રહેશે તે મને ધીમે ધીમે સ્થિર– શાંત થઈ જશે. ગવિશારદ મહાપુરુષોએ કહ્યું છે કે
अभ्यासेन स्थिरं चित्तमभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो, ह्मभ्यासेनात्मदर्शनम् ॥ ..
“મન અત્યંત અસ્થિર છે, છતાં અભ્યાસ વડે તેને સ્થિર કરી શકાય છે. પાંચ પ્રકારના વાયુઓને કાબૂમાં લાવવાનું કામ ઘણું કઠિન છે, છતાં તે પણ અભ્યાસ વડે કાબૂમાં આવે છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં તે પણ અભ્યાસ વડે થઈ શકે છે અને આત્મદર્શન કે