________________
જપ-રહસ્ય
જ્યારે શાસ્ત્રો, સંત, તેમજ અન્ય મહાપુરુષ એમ કહી રહ્યા છે કે ભગવાનનું નામ મંગલમય છે, કલ્યાણકારી છે, તેનું સ્મરણ કે રટણ કરવાથી અનેક પ્રકારના લાભેા થાય છે, ત્યારે તેમનાં વચનામાં શ્રદ્ધાન્વિત થઇને આપણે નામજપ કે નામસ્મરણના આર ંભ કરી દેવા જોઈ એ.. જેણે એ પ્રકારે નામજપ કે નામસ્મરણને આરંભ કર્યો છે. અને ક્રમશઃ આગળ વધ્યા છે. તેમને ખરેખર ! ઘણા લાભા થયા છે અને જેઓ ભગવાનની કે તેમના નામની ભાંજગડ કરતાં રહ્યા છે અને જ્યારે ભગવાનના અસ્તિત્વને કે તેના સ્વરૂપને પાકા નિય થાય, ત્યારે જ તેનું નામ
સ્મરીશુ એવે નિર્ણય કરી બેઠા છે, તે એને નિય કર્યા વિના જ આ જગતમાંથી ખાલી હાથે વિદાય થયા છે. શુ આપણે આ રીતે ખાલી હાથે વિદાય થવું છે ખરૂં ?'
૩૦૧
અમે અનુભવથી જોયું છે કે ઘણી વાર ભલા–ભેાળા માણસાના ઉદ્ધાર થઇ જાય છે અને પેાતાને શાણા, સમજું કે શિાિત સમજતા મનુષ્યાનું કઈ રીતે ઠેકાણું પડતુ નથી. ભલા-ભાળા માણસા મહાપુરુષાના વચન પર શ્રદ્ધા રાખે છે અને કાર્યના આરંભ કરી દે છે, એટલે તેમને તેનું ફૂલ મળવા લાગે છે; જ્યારે શાણા, સમજુ કે શિક્ષિત મનુષ્ય ડગલે ને પગલે બુદ્ધિ લડાવતા રહે છે, તર્ક ઉઠાવતા રહે છે અને એ રીતે જે વસ્તુ ખરેખર કરવા જેવી છેતેમાંથી વંચિત રહી જાય છે. આવાએની સાન ઠેકાણે લાવવા માટે જ મહાપુરુષાએ એક તર્કવાદીનું દૃષ્ટાંત આપ્યુ છે.