________________
| [૧૭]
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
|
- ઈશ્વર કે ભગવાનના સ્વરૂપ વિષે ઘણી ભાંજગડ છે, ‘છતાં અમે નામજપ કે નામસ્મરણની હિમાયત કરી છે, કારણ કે તેનાથી મનુષ્યને સરવાળે લાભ જ થવાને છે. - એક દવા ક્યાં બની? કેવી રીતે બની ? તેમાં કયા દ્રવ્ય વપરાયાં છે તે બધાની ભાંજગડ કરવાની દર્દીને
જરૂર હોતી નથી. તેણે તે ડેાકટર પર શ્રદ્ધા રાખીને તે જે -દવા આપે, તે જ વાપરવાની હેય છે અને તેથી લાભ થાય છે. કદાચ ડોકટર એ દવા કયાં બની? કેવી રીતે બની? તેમાં ક્યાં ક્યાં દ્રવ્ય વપરાયાં છે, તેનું વર્ણન કરે છે તેથી દદીને વિશેષ લાભ શું થવાને ? વળી આપણને જે દ્રવ્યના ગુણધર્મની ખબર નથી તેના સારા–ટાપણું વિષે શે અભિપ્રાય બાંધી શકવાના? તાત્પર્ય કે ડોકટર
આગળ એ પ્રકારની ભાંજગડ કરવી નકામી છે. તે જે દવા - આપે, તે વિશ્વાસથી વાપરવામાં લાભ છે.