________________
.
. -જપ-રહસ્ય
(૪) રહસ્ય અર્થ, (૫) કુલરહસ્ય અર્થ (૬) નિર્ભ રહસ્ય અર્થ અને (૭) પરાપર અર્થ. આમાંને પ્રકટ અર્થ તે વ્યાકરણ, કેષ વગેરેના આધારે જાણી શકાય, પણ બાકીના અર્થે તે ગુરુ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય, એટલે મંત્રસાધનામાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે.
કબીરજીએ કહ્યું છે કે - एक शब्द गुरूदेवका, ताका अनन्त विचार; . -- थाके मुनिजन पंडिता, वेद न पावे पार.
“ગુરુદેવે કૃપા કરીને શિષ્યને મંત્રરૂપ જે શબ્દ આપો છે, તેને વિચાર અનન્ત રીતે કરી શકાય છે, કારણ કે તે અત્યંત રહસ્યમય હોય છે. મુનિજને અને પંડિતો તેનું એ રહસ્ય જાણવા પ્રયત્ન કરે તે થાકી જાય. અરે વેદ જેવાં શાસ્ત્રો પણ તેને પાર પામી શકે નહિ.” તાત્પર્ય કે માત્ર શાસ્ત્રના આધારે મંત્રનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. એ તે ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. ગુરુને એ રહસ્ય પરંપરાગત પ્રાપ્ત થયેલું હોય છે.
ઓ પરથી મંત્ર એક રહસ્યમય ચમત્કારિક વ તેને ખ્યાલ આવી ગયે હશે.