________________
દશવૈકાલિકસૂત્ર વિગેરે સૂત્રે જયાં તે સૂત્રે સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણું જ લાભદાયક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનોરંજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાચંશ્રી જે અગાધ પુરૂષાર્થ કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રોથી સમાજને ઘણે લાભ થવા સંભવ છે.
હંસ સમાન બુદ્ધિવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાઓ અવલક કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. દરેક ભય આત્માઓને સૂચન કરું છું કે આ સૂત્રે પોતપિતાના ઘરમાં વસાવવાની સુંદર તકને ચૂકસે નંહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર
અને સ્વપરંપરાને પુષ્ટિરૂપ સૂત્રે મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યમાં આપશ્રી તથા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિજેરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એ જ
લી, શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય.
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મોંઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધંધુકા તા. ર૭–૧–૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મંગળદાસભાઈ પ્રમુખ અo ભાવ . સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. રાજકોટ
અત્રે બીરાજતા ગુરુ ગુરુના ભંડાર મહાસતીજી વિદુષી સેંઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિઠાણાં બને સુખશાતમાં બીરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશે એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રો ભાઈ પિપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રે તમામ આઘોપાત્ત વાંચ્યાં મનન કર્યા અને વિચાર્યા છે તે સૂત્રો સ્થાનકવાસી સમાજને અને વીતરાગમાર્ગને ખુબ જ ઉન્નત બનાવનાર છે. તેમાં આપણું શ્રદ્ધા એટલી ન્યાયરૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હંસ સમાન