________________
નમસ્કારમંત્રસિદ્ધિ પીટ અને કઈ પિતાને બત્રીસલક્ષણ બાળક આપે તે તેને ભારભાર સોનું તેળી આપવાની જાહેરાત થઈ પણ આવા કામ માટે કેણુ આગળ આવે?
આખરે એ નગરમાં એક ગરીબ બ્રાહ્મણકુટુંબ રહેતું હતું. તેણે પિતાના પુત્રો પૈકી અમરકુમારને આ કાર્ય માટે આપવાની તૈયારી બતાવી. અમરકુમારને ખબર પડી કે માતાપિતા સુવર્ણના લેભે મને રાજાને આપી દેશે અને ત્યાં મારું બલિદાન અપાશે, ત્યારે તે દુશકે ને ધ્રુસકે રડવા લાગે અને માતા-પિતાને આવું કામ ન કરવાની ઘણી ઘણી વિનંતિ કરી, પણ તે તેના માતા-પિતાએ સ્વીકારી નહિ. ખાસ કરીને તેની માતાને તેના પર ઘણે ઠેષ હતું, એટલે તે ખૂબ મક્કમ રહી અને આખરે તે રાજસેવકેને સેંપા. રાજસેવકો તેને રાજમહેલમાં લઈ ગયા અને તેની ભારોભાર સોનું પેલા બ્રાહ્મણદંપતિને દેખી દેવામાં આવ્યું. તેમના હર્ષને પાર રહ્યો નહિ.
હવે એગ્ય મુહુર્તે તેનું બલિદાન આપવાની તૈયારી થઈ અને યજ્ઞકુંડમાં અગ્નિની પ્રચંડ જ્વાલાઓ ભભૂકવા લાગી. મુખ્ય પુરેહિત મંત્રોચ્ચાર શરૂ કર્યો અને અન્ય બ્રાહ્મણે પણ તેને અનુસરવા લાગ્યા.
અમરકુમાર વિચાર કરે છે: “મારે હવે શું કરવું? હમણું જ મને યજ્ઞકુંડમાં પધરાવવામાં આવશે અને મારાં સો વર્ષ પૂરાં થઈ જશે.” એવામાં તેને એક જૈનમુનિએ શીખવેલ નમસ્કારમંત્ર યાદ આવ્યો અને તે એનું અત્યંત શ્રદ્ધાથી સ્મરણ કરવા લાગે. વધારે સ્પષ્ટ કહીએ તે તે