________________
૪૨
નમસ્કારમંત્રસિદ્ધિ પ્રકારના સાહિત્યની જરૂર પડે છે, તેમાં બીજા પ્રકારના સાહિત્યની જરૂર વધારે પ્રમાણમાં પડે છે, કારણ કે અનેક પ્રકારની ઉપાધિવાળા મનુષ્યને બહુ લાંબુ વાંચવાની કે સાંભળવાની ફુરસદ હોતી નથી. જ્ઞાનકે બહુ બહુ તે હજાર, બે હજાર કે પાંચ હજારની સંખ્યામાં છપાય છે, ત્યારે ડાયજેટની નકલે દશ લાખ કે તેથી પણ અધિક છપાય છે. તાત્પર્ય કે સામાન્ય મનુષ્યને સંક્ષિપ્ત સારભૂત રચનાઓ વધારે ઉપયોગી થઈ પડે તેવી હોવાથી મહાપુરુષએ શાસ્રરૂપી સાગરનું મંથન-દહન કરવાને પરિશ્રમ ઉઠાવે છે. તે માટે આપણે તેમને જેટલે ઉપકાર માનીએ, તેટલે એ છે જ છે.
જિનાગમાં પ્રથમ ચોરાશી હતા. હાલ પસ્તાલીશ રહ્યા છે. આ રીતે જે ઓગણચાલીશ આગમ વિચ્છેદ પામ્યા, તેમાં દષ્ટિવાદ નામનું બારણું અંગસૂત્ર પણ વિરછેદ પામ્યું. આ અંગસૂત્ર ઘણું જ મોટું હતું. વધારે સ્પષ્ટ કહીએ તે આજના અનેક જ્ઞાનકોષ (એનસાયકલોપીડીઆ) ની ગરજ સારે તેવું હતું. તેના (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, () અનુગ અને (૫) ચૂલિકા એવા પાંચ વિભાગ હતા. તેમાં પૂર્વગત મૃત ચૌદ ભાગમાં વહેંચાયેલું હતું અને તે ચૌદપૂર્વે તરીકે વિખ્યાત હતું, તે આ પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (ર) આગ્રાયણ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ “ (૩) વીર્ય પ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ () અસ્તિપ્રવાદ પૂર્વ . (૮) કર્મપ્રવાદ પૂર્વ