________________
નમસ્કારમંત્રજિનશાસનને સાર છે, અગાધબોધથી ભરેલી છે અને તેમાં દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવેલું છે. તેને સાર આ નમસ્કારમંત્રમાં બરાબર ઉતરે છે.
અહીં પ્રશ્ન સહજ છે કે લાખે ગાથા પ્રમાણ જિનાગ કે જિનવાણીને સાર નમસ્કારના આવા નાનકડા પાઠમાં શી રીતે ઉતરે? એટલે તેના સમાધાનરૂપે અહીં ચાર પંડિતેની કથા રજુ કરીશું.
ચાર પંડિતની કથા એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલો આયુર્વેદમાં નિષ્ણાત હતું, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રીજે નીતિશાસ્ત્રમાં નિપુણ હતા અને એ કામશાસ્ત્રમાં પારંગત હતું. આ ચારેય પંડિતોએ પિતાપિતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લેકેની રચના કરી. પછી તેઓ એ ગ્રંથ ભારવાહકના માથે ચડાવી જિતશત્રુ નામના રાજા પાસે લઈ ગયા અને કહ્યું: “હે રાજન ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળે.”
રાજાએ કહ્યું: “કેટલા કલેકપ્રમાણે છે?” , પંડિતએ કહ્યું; દરેક ગ્રંથ એક લાખ પ્રમાણ છે.’
રાજાએ કહ્યું “આટલા મોટા ગશે સાંભળવા બેસું તે મારું કામ રખડી જાય.”