________________
-૧૪
નમસ્કારમંત્રસિદ્ધિ -સારગર્ભિત સુંદર શબ્દો વડે થયેલી છે, એટલે તેની ગણના સૂત્ર તરીકે થાય છે.*
નમસ્કારસવને માટે જૈન શાસ્ત્રોમાં અનેક નામને પ્રગટ થયેલ છે. જેમ કે પંચમંગલ” “પંચમંગલમહાકૃતસ્ક” “પંચનમસ્કાર” “પરમેષ્ઠિનમસ્કાર પંચપરમેષ્ઠિનમસ્કાર” “પંચગુરુનમસ્કાર” “પંચગુરુનમસ્કૃતિ” “જિનનમસ્કાર” “નમુક્કાર” “પંચનમુક્કાર”
નમસ્કાર” “પંચનમેક્કાર” “નવકાર આદિ. કેઈક સ્થળે તેને અઘમર્ષણ પણ કહેવામાં આવ્યું છે, કારણ કે તે અઘ એટલે પાપને મર્ષણ એટલે નાશ કરનારે છે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રસંગોપાત્ત અનેક શાસ્ત્રોનાં ઉદ્ધરણ આપવામાં આવ્યાં છે, તેમાં આમાંનાં ઘણુંખરાં નામે જોઈ શકાશે.
ભાષા અને ભાવના ભેદથી એક જ વસ્તુના અનેક નામે સંભવે છે. તેમાં કે જે વસ્તુ અતિ પ્રાચીન હેય - અને કાલના દીર્ઘ પ્રવાહમાં વહેતી આપણું સુધી પહોંચી હોય, તેને તે વિવિધ નામ ધારણ કરવાને પ્રસંગ અવશ્ય આવે છે.
+अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवयं च सूत्रं सूत्रविदा विदुः ॥
થોડા અક્ષરવાળું હોય, સંદેહરહિત હોય, સારવાળું હોય, સર્વ ભણી મુખવાળું હોય, એટલે કે યથાયોગ્ય અવય થવાની ચોગ્યતાવાળું હેય, નિરર્થક શબ્દ વિનાનું હોય અને નિર્દોષ હોય, તેને સુત્રવેત્તાઓ સત્ર જાણે છે.”