________________
સાધ્ય ખંડ
[૨] નમસ્કારની ઉપાદેયતા
એક વસ્તુ ઉપાદેય છે, અર્થાત્ અવશ્ય ગ્રહણ કરવા ચિગ્ય છે કે સ્વીકારવા એગ્ય છે, એ વાત જ્યાં સુધી આપણે મનમાં બરાબર ઠસે નહિ, ત્યાં સુધી આપણું અંતરમાં તે અંગે કંઈ પણ પ્રવૃત્તિ કરવાને ઉત્સાહ કે ઉમંગ પ્રકટી શકતે નથી, એટલે પ્રથમ વિચાર તેની ઉપાદેયતા સંબંધી કર ઘટે છે. આ રીતે પ્રસ્તુત પ્રકરણમાં નમસ્કારની ઉપાદેયતા સંબંધી કેટલેક વિચાર કરવામાં આવ્યા છે.
શિષ્ટાચારની શરૂઆત નમસ્કારથી થાય છે. કેઈ બે સજ્જનનો મેળાપ થાય, ત્યારે તેઓ સહુથી પ્રથમ એક– બીજાને નમસ્કાર કરે છે અને ત્યાર પછી એક-બીજાના ખબર-અંતર પૂછે છે.
શિષ્ટાચારના પાલન અર્થે માતા, પિતા, વડીલ, જ્ઞાતિજને, સમાજ તથા ગામ–નગરના આગેવાન આદિને નમ