________________
ખાખ
આ ગ્રંથને ત્રણ ખંડમાં વિભક્ત કરવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ ખંડને “સાધ્યમંડ કહેવાનું કારણ એ છે કે તેમાં સાધ્ય એવા નમસ્કારમંત્રનું વિવિધ પ્રકારે પરિચય આપનારાં બાર પ્રકરણ લખવામાં આવ્યાં છે, તેમાંના
બીજા ખંડને “સાધનાખંડે કહેવાનું કારણ એ છે કે : તેમાં નમસ્કારમંત્રની સાધનાને લગતાં સત્તર પ્રકરણની
સંકલના કરેલી છે અને ત્રીજા ખંડને “સિદ્ધિખંડ નામ આપવાનું કારણ એ છે કે તેમાં નમસ્કારમંત્રની સિદ્ધિઓને સ્પર્શતાં છ ઉપયેગી પ્રકરણે આલેખવામાં આવ્યાં છે. ઉપરાંત “નમસ્કાર-સ્વાધ્યાય’ નામને એક ખાસ વિભાગ પણ આપવામાં આવ્યે છે, અને તેમાં નમસ્કારમંત્રને લગતા દે, સક્કા, ગીતે તથા દુહા-સુભાષિત વગેરેને સમાવેશ કરવામાં આવ્યું છે, જેથી જિજ્ઞાસુઓ તેને કંઠસ્થ કરી શકે અને એ રીતે તેના મંગલ મહિમાને પિતાના અંતરમાં બરાબર ઉતારી શકે. આ રીતે આ ગ્રંથની સંકલના થયેલી હોવાથી પાઠકનું કામ વધારે સરલ બનશે, એમ અમારું માનવું છે. છેવટે અહીં એ કહેવાનું જરૂર મન થાય છે કે અન્યને લાભ થાઓ કે ન થાઓ, પણ આ ગ્રંથ લખતાં અમારે ખૂબ જ એકાગ્રતા અને માનસિક સ્વસ્થતા કેળવવી પડી છે, તેથી અમને પિતાને ઘણું લાભ થાય છે. વળી જીવનની એક સુંદર ભાવના પૂરી થઈ, તેથી પણ અતિશય આનંદ પામ્યા છીએ. હવે તે પાઠકે આ ગ્રંથના સ્વાધ્યાયનો આનંદ માણે અને તેમાંથી તત્વ તારવી પિતાને અભ્યદય સાથે, એ જ અભ્યર્થના.