________________
માટે ભારતના જુદા જુદા ભાગોમાં પ્રવાસ ખેડેલ તથા તેની સાધનામાં અતિ આનંદ અનુભવેલે, એટલે આ કાર્ય વ્યવસ્થિત રીતે આગળ વધ્યું અને નિયત સમયમાં તેની રચના પૂર્ણ થઈ
ત્યારબાદ પ. પુ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મ ધુરંધરસૂરિજી મહારાજ તથા પ. પૂ. આચાર્યશ્રીમદ્ કીર્તિચંદ્રસૂરિજી મહારાજને આ ગ્રંથનું સંશોધન કરી આપવાની વિનતિ કરતા તેઓશ્રીએ તેને સ્વીકાર કર્યો અને ખૂબ કાળજીપૂર્વક સધન કરી આપ્યું, તે માટે અમે આ બને આચાર્યનો ખાસ આભાર માનીએ છીએ,
જિનશાસનમાં નમસ્કારમત્રની મહત્તા શી છે? તેની સાધના કેવી રીતે કરવી જોઈએ? તેનાથી કેવા પ્રકારની સિદ્ધિઓ થાય ? તથા નમસ્કારમંત્રમાંથી ઉદ્ભવેલા અન્ય મત્રો પણ જીવનને સફળ બનાવવામાં શે ભાગ ભજવી શકે? વગેરે અનેક બાબતો આ ગ્રંથમાં પ્રમાણપૂર્વક જણાવેલી છે, તેથી તે સહુને એક સરખો ઉપયોગી થશે, એમ અમે માનીએ છીએ.
આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપવા માટે અમે સાહિત્ય-કલા-વિશારદ પ. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહાશાજના ઘણું જ ઋણી છીએ. તેઓશ્રીએ પણ અમારી સાહિત્ય પ્રવૃત્તિને વર્ષોથી એક યા બીજા પ્રકારે ઉત્તેજન આપ્યું છે.
લગભગ બાર માસમાં આ ગ્રંથની તમામ નકલે ખપી જવા પામી, તેમાં જ્યોતિપમહર્ષિ પ. પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજને ફાળે નેધપાત્ર છે.
આ બીજી આવૃત્તિ પણ તેમની જ ખાસ પ્રેરણાથી પ્રગટ થઈ રહી છે, તે માટે અમે તેમને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
આ ગ્રંથને જેટલું વધારે પ્રચાર થશે, તેટલે જૈન ધર્મને વેગ મળશે, એ તરફ સહુનું ધ્યાન ખેંચીએ છીએ.
-પ્રકાશક