________________
પ્રકાશકીય આજથી લગભગ નવ વર્ષ ઉપર જૈન સાહિત્યપ્રકાશનમદિર ઠારે જૈન તત્વજ્ઞાન તથા આચારને લગતું સાહિત્ય લેક શૈલીમાં સુંદર સ્વરૂપે બહાર પાડવાની શરૂઆત કરી, તેને જનતા તરફથી સુંદર સત્કાર થશે અને આગેવાન વર્ગે પણ સારે ટેકે આપે. તેથી અમારે ઉત્સાહ વૃદ્ધિ પામે અને આજ સુધીમાં નાનાં-મોટાં ૪૭ પ્રકાશને કરી શક્યાં. પ્રસ્તુત પ્રકાશન તેમાં એકને ઉમેરે કરે છે.
સં. ૨૦૨૦ની સાલમાં અમે જિનપાસના નામને સચિત્ર ગ્રંથ પ્રકટ કર્યો હતો. તે મૂર્તિપૂજાને લગતા મતવ્યો વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં સફળ નીવડ્યો હતે. આજે તેની તમામ પ્રતિઓ લગભગ ખલાસ થઈ ગઈ છે
ત્યારબાદ જીવવિચારપ્રકરણની વૃત્તિરૂપે લખાયેલ “જીવવિચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન નામને સચિત્ર ગ્રંથ બહાર પાડવામાં આવ્યો. અને તે પછી નવતત્વપ્રકરણની વૃત્તિરૂપે લખાયેલ “નવતવ દીપિકા યાને જૈન ધર્મનું અદ્દભુત તસવજ્ઞાન નામનો ગ્રંથ બહાર પાડવામાં આવ્યો. આ બન્ને ગ્ર જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સારી રીતે તૃપ્ત કરવા ઉપરાંત પાઠશાળાના વિદ્યાથીઓ તથા નૂતન દીક્ષિતેને અભ્યાસ કરવા માટે અતિ ઉપયોગી નીવડ્યા અને તે માટે ઉત્સાહપ્રેરક અનેક અભિપ્રાયો પ્રાપ્ત થયા. આ બંને ગ્રંથની નકલે લગભગ ખલાસ થઈ જવા આવી છે.
ત્યારબાદ મિ તથા સાહિત્યરસિક સજજનો સાથે વિશેષ વિચારણા થતાં નમસ્કારવિષયક એક વિશિષ્ટ કેટિને ગ્રંથ બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તે અનુસાર વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે એ ગ્રંથરચનાનું કાર્ય હાથ ધર્યું. તેમણે વર્ષોથી આ વિષયનું વાંચન-મનન કરેલુ, કેટલાક ઉચ્ચ કેટિના વિદ્વાન સાથે સંપર્ક સાધેલે, તેનું સાહિત્ય મેળવવા