________________
તલમાં તેલ, કમલમાં મકરંદ, દુધમાં ઘી, પુષ્પમાં સુવાસ અને કાષ્ઠમાં અગ્નિ જેમ સશેમાં સદાય વ્યાપીને રહેલ છે, તે જ રીતે આ નમસ્કારસૂત્ર અને તેને ભાવ શાસ્ત્રની આદિમાં તેનું ઉચ્ચારણું કર્યું હેય યા ન કર્યું હોય, તે પણ તેમાં સર્વત્ર વ્યાપીને. રહેલો છે. અથવા તે ધર્મ, અધર્મ, આકાશ, જીવો અને પુદ્ગલો આ પાંચેય અસ્તિકાયો જેમ સર્વત્ર સર્વદા વ્યાપ્ત છે, એની કઈ આદિ નથી કે અંત નથી, તે રીતે જ આ પંચમ.ગલમહાશ્રુતસ્કંધ, શાશ્વત છે અને તે સ્પષ્ટ કે અસ્પષ્ટપણે, સીધી રીતે કે આડકતરી રીતે, સર્વત્ર સર્વદા વ્યાપીને રહેલ છે. મહાનિશીથ સૂત્રમાં પ્રેમ,
નામો(g)જાર જેવા ટૂંકા શબ્દથી પણ ઓળખાવેલ છે. અન્યત્ર પંચપરમેષિ, પંચમી વગેરે નામોથી પણ નિર્દેશ કરાયો છે.
હવે પ્રસ્તાવનામાં હું આ “નવકારના પાઠને મંત્ર શબ્દ જેડીને વ્યવહાર કરીશ. નવકારમંત્રનાં પાંચ પદોને અર્થ, મહિમા અને
આરાધનાની ઝાંખી આ નવકારમંત્રના પ્રારંભના પાંચ પદમાં, “તિભા તથા આદર્શને વરેલા અઢાર દોષથી રહિત, બાર ગુણોથી શોભતા અરિહંતેને અષ્ટકર્મથી રહિત, અષ્ટ ગુણોથી ઝળકતા સિદ્ધાત્માઓને; ,
३ तिलतेलकमलमयरंदव्व सव्वलोए पंचत्थिकायमिव, सयलागम- ' તવવત્તા –મહાનિશીથ સૂત્ર.
૪. નવકારને “મહામૃત્યુન' તરીકે અદિતીય ગ્રન્થસર્જક શ્રી. હરિભદ્રસૂરિજીએ “ગબિન્દુમાં ઓળખાવ્યો છે. અજૈનમાં.
મહામૃત્યુંજયના જાપ કરવાને ઘણે પ્રચાર છે. જેને જરૂર * પડે ત્યારે આ નવકારમંત્રના જ જાપ કરવા. આનાં બીજાં કરતા વગેરે નામો પણ મળે છે.