________________
-૧૪
નમસ્કારમંત્રસિદ્ધિ સજજન માણસનું તે એ જ લક્ષણ છે કે એક વખત કાર્યની જવાબદારી સ્વીકાર કર્યો કે તેમાં જરા પણ બેદરકારી કે લાપરવાહી કરવી નહિ. પિતાની સમગ્ર શક્તિથી એ કામ પાર પાડ્યું.
તાત્પર્ય કે નમસ્કારમંત્રની સાધનાને સ્વીકાર કર્યા પછી સાધકે તેમાં તન-મનથી ઝુકી જવું જોઈએ અને એ સાધનાને બને તેટલી ઉજજવલ બનાવવી જોઈએ.
() વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખો કે ઉમંગ ધરાવ.
ઉડીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ–પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કોઈ જાતનો ઉલ્લાસ કે આનંદ ન હોય -તો એ કામ વેઠ જેવું થઈ પડે અને તેથી લાંબા સમય ચાલે નહિ. આજની સંસ્થાઓમાં પરાણે પ્રમુખ થનારા કે શરમાશરમીથી મંત્રીપદનું ઘેસડુંગળે ભરાવનારાઓની આખરે શી હાલત થાય છે, તે આપણું કેઈથી અજાણ નથી. અંતરને ઉલ્લાસ એ એક જુદી જ વસ્તુ છે. તેમાં પરિશ્રમને શ્રમ જણાતું નથી કે સાધન-સંગોની કેઈ ફરિયાદ કરવાની હેતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હોય કે સંગે ગમે તેટલા પ્રતિકૂળ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે, તેથી જ સફલતાના એક સનાતન સિદ્ધાંત તરીકે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. - તાત્પર્ય કે સાધકે નમસ્કારમંત્રની સાધના પૂરા ઉલ્લાસ અને આનંદથી કરવાની છે. તે માટે કદી ખેદ કે કંટાળે