________________
૧૪
ઉપાશ્રયમાં પધારતાં ઘણું ભાઈબહેનોએ તેમના દર્શન–સમાગમને લાભ લીધો હતો અને તેમની પાસેથી ધમાંરાધનની અવનવી પ્રેરણાએ મેળવી હતી. આ વખતે કચ્છ આસબિયાના રહીશ શ્રી ખીમજીભાઈ નાનજીભાઈના ધર્મપત્ની વિમલાબહેનની ખાસ ભાવનાથી શ્રી શાનિતસ્નાત્ર મહત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણું ઠાઠથી ઉજવાયો હતે.
પૂજ્યશ્રીના સરલ અને મળતાવડા સ્વભાવની છાપ અહીંના શ્રાવક-શ્રાવિકા વર્ગ પર ઘણું ઊંડી પડી હતી અને તેથી રોજ દર્શન-સમાગમ કરવા આવનારની સંખ્યા મોટી રહેતી હતી.
ત્યારબાદ ઘાટકોપર કચ્છી સમાજના આગેવાન સુશ્રાવક લાલજીભાઈ પૂનશીભાઈના સુપુત્ર વસનજીભાઈ આદિએ પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચક્રપૂજન ઘણુ ઠાઠથી ભણવ્યું હતુ
તે પછી પૂજ્યશ્રીની નિશ્રામાં ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાના કંપાઉન્ડમાં એક અપૂર્વ જ્ઞાનપ્રદ સમારેહ થયે હતું. તેમાં વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પડિત શ્રી ધીરજલાલ શાહે નમસ્કારમંત્ર પર મનનીય પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ નમસ્કાર ભત્રના પદને અનુલક્ષી ગણિતાનુયેગના ૭ ચમત્કારિક પ્રયોગો કરી બતાવતાં હાજર રહેલી વિશાળ જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી. આ પ્રસગે ઘાટકોપર કચ્છી જૈન શ્વે. મૂ. સંઘના પ્રમુખ શેઠ શ્રી વીસનજીભાઈ ખીમજીએ પંડિતજી કૃત “નમસ્કારમંત્રસિદ્ધિનું પુસ્તક પૂજ્ય મહારાજશ્રીને વિધિપૂર્વક વહરાવ્યું હતું અને ૫ડિતજીને સાલ ઓઢાડી શ્રી સંધ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મુનિશ્રીએ સહુને નમસ્કારમંત્રની નિયમિત આરાધના કરવા માટે જોરદાર ઉપદેશ આપે હતો
તે પછી શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દહેરાસરની સાલગીરી નિમિત્તે પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી જિનેન્દ્રભક્તિ–૫ ચાહ્નિકા–મહત્સવ બહુ સુંદર રીતે ઉજવાયો હતો અને કચ્છ સુથરીવાળા ઘાટકોપરના