________________
[૧૦] નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
જે સૂત્ર વારંવાર મનન–ચિંતન કરવા ગ્યા હોય તે મંત્ર કહેવાય, એ સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં કરવામાં આવી છે. તે પરથી પ્રશ્ન થ સહજ છે કે “નમસ્કારમંત્રને ચિતનીય વિષય શું છે? પરંતુ તેને ઉત્તર શોધવા માટે બહુ દૂર જવું પડે તેમ નથી. નમસ્કારના પાઠ વડે જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, તે જ એને ચિંતનીય વિષય છે.
આને અર્થ એમ સમજવાને કે નમસ્કારમંત્રની અર્થભાવના કરતી વખતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ઠીના ગુણ સંબંધી વિચાર કરવું જોઈએ.
અહીં તત્વદૃષ્ટિ એમ કહે છે કે “પંચપરમેષ્ઠીના ગુણ ગણ્યા ગણાય તેમ નથી, તે તમે એને વિચાર શી રીતે કરશે? વળી તમારી શક્તિ મર્યાદિત છે અને આયુષ્ય ભરતક્ષેત્રના હિસાબે સે–સવાસે વર્ષથી અધિક નથી. પરંતુ