________________
કે સમાં લેકે એ વ્યાખ્યાનને લાભ સારે લીધે હો, નવાં સ્વપ્ન ' પારણું એમના ઉપદેશથી થયાં હતાં, તેમજ અનેકવિધ તપશ્ચર્યા થઈ હતી. પ.પૂ. ગુરુદેવ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિ
સૂરીશ્વરજી મહારાજની સ્વગરેિહણ તિથિ શ્રાવણ સુદ પની આવી. આ • વખતે પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી જિનેન્દ્રભકિત–પંચાહિકા–મહોત્સવ 1 ઉત્પાએ હતે. શ્રી ચૈત્યપરિપાટી ચાર દિવસની સકલ સંધ સાથે
થઈ હતી. તેમજ પર્યુષણ પર્વની સુંદર આરાધના નિમિત્તે સકલ : સંધ તરફથી અઠ્ઠાઈ મહત્સવ ઉજવાયો હતો અને જલયાત્રાને કે વરઘોડો નીકળ્યો હતો. નવપદજીની એળીની આરાધના પણ ઘણી સારી થઈ હતી.
સં. ૨૦૨૧ ની સાલનું ચાતુર્માસ વિલેપારલામાં થતાં ધર્મની પ્રભાવના ઘણી સારી થઈ હતી. ૫ પૂ. સ્વર્ગસ્થ આચાર્યદેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહાજની સ્વર્ગારોહણતિથિ નિમિત્તે પાંચ દિવસને શ્રી જિનેન્દ્રભક્તિ-મહોત્સવ ઉજવાયો હતો, પર્યુષણ પર્વમાં શ્રી વર્ધમાન આયબિલ તપની સાધારણની ટીપ ઘણી મોટી થઈ હતી કે જેવી અત્યારસુધીના કેઈ ચાતુર્માસમાં થઈ ન હતી. વિલેપારલે નિવાસી શેઠ છોટુભાઈ રાયચંદ તરફથી ચૈત્યપરિપાટી નીકળી હતી અને ત્રણેય દિવસ સંઘની ભક્તિ કરવાને લાભ તેમણે લીધો હતો. સુશ્રાવિકા તપસ્વી બાપુ બહેન ભેગીલાલ ચુનીલાલ ઝવેરીના કુટુંબમા પાંચ અઠ્ઠાઈઓ નિમિત્તે પૂજયશ્રીની નિશ્રામાં શ્રી શાન્તિસ્નાત્ર ભણાવાયું હતું અને તેમના ખાસ ઉપદેશથી સાધર્મિકેના ફંડમાં પણ રૂપિયા દશ હજારની રકમ ભરાઈ હતી.
ત્યારબાદ નવપદજીની એળમાં પણ આરાધનાને અદ્દભુત રગ જામ્યો હતો અને મુશ્રાવક પન્નાલાલ ઝવેરી તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન અનેરા ઠાઠથી ભણાવાયું હતું. દીવાળી પર્વ તથા જ્ઞાનપ ચમીની ઉજવણી પણ ઘણી સારી થઈ હતી. એકંદર આ ચાતુર્માસ વિલેપારલે ખાતે યાદગાર બન્યું હતું.