________________
નમસ્કારમંત્રસિદ્ધિ
એનાં નવવિધિ જાણે વગેરે વચને નમસ્કારમંત્ર નવપદાત્મકહિવાનું સૂચન કરે છે.
“ચેવિંદણમહાભાસમાં નમસ્કારમંત્રનું અક્ષર સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે કે – वनष्ठसष्टि नवपय नवकारे अह संपया तत्थ । सयसंपय पयतुल्ला सत्तरक्खर अहमी दुपया ॥
નમસ્કારમંત્રમાં વહેં–અક્ષરે ૬૮ છે, પદ ૯ છે અને સંપદાઓ ૮ છે. તેમાં સાત સંપદાઓ એક એક પદની અનેલી છે અને આઠમી સંપદા બે પદની એટલે કે આઠમા અને નવમા પદની બનેલી છે કે જેની અક્ષરસંખ્યા ૧૭ છે?
સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અથવા અર્થાધિકાર, સાચેર પરિઝિયડ મિિિર સંપર-જેનાથી સંગતરીતે અર્થ જુદો પડાય, તે સંપ-સંપદા કહેવાય છે? શ્રીમહાનિશીથસૂત્રમાં સંપદાની જગાએ આલાપક શબ્દ પ્રયોગ થયેલ છે. આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દો વાળ પાઠ.
અહીં એ પણ જાણું લેવું જરૂરનું છે કે નમસ્કાર મંત્રનાં પહેલાં પાંચ પદે અધ્યયનરૂપ છે અને છેલ્લાં ચાર પદે ચૂલિકારૂપ છે. આ સ્પષ્ટતા શ્રીમહાનિશીથસૂત્રમાં વિનપધાનના વર્ણનપ્રસંગે થયેલી છે.
અધ્યયન એટલે પ્રકરણ એ સંસ્કાર આપણું મનમાં રૂઢ થયેલે છે, પણ જૈન શાસ્ત્રોની પરિભાષા અનુસાર જે ચિત્તને સારી રીતે અધ્યાત્મ તરફ લઈ જાય, તે અધ્યયન કહેવાય છે અથવા જે બેધ, સંયમ કે મેક્ષને લાભ કરાવે
“સાજ કો પાવાએ આ