________________
નમસ્કારમંત્રસિદ્ધિ લંપટ બની ગચે હતે. પિતા તેને સુધારવા માટે અનેકવિધ શિખામણે આપતા, પણ એ બધી પત્થર પર પાણી સમાન નીવડતી હતી. એકવાર પિતાએ કહ્યું કે “હે પુત્ર! તને હિતની વાત હું છું, તે બરાબર લયમાં રાખી લે. તારા પર કેઈ આફત આવી પડે ત્યારે નમસ્કારમંત્રનું સ્મરણ કરજે, એથી તારી આક્ત દૂર થઈ જશે.” પિતાના આગ્રહથી શિવકુમારે આ વાતને સ્વીકાર કર્યો.
કાલાંતરે પિતા મરણ પામ્યા અને શિવકુમાર સર્વ સંપત્તિને માલિક થયે, પણ જુગારી અને દારૂડિયાના હાથમાં સંપત્તિ કેટલે વખત ટકે? તેને ઝડપથી પગ આવ્યા અને ચાલતી થઈ. ધન ગયું એટલે માન ગયું. લેકમાં
આવે, પધારે? વગેરે શબ્દો વડે જે સત્કાર થતું હતું, તે બંધ પડ્યો. કેઈ સામું જુએ નહિ કે બેલાવે નહિ. ખરેખર! નિર્ધનની દશા આ જગતમાં બહુ બૂરી હોય છે!
તે બેહાલ દશામાં રખડે છે અને દિવસો પૂરા કરે છે. એવામાં એક ત્રિદંડી મળે. તેણે આ હાલતનું કારણ પૂછયું. શિવકુમારે કહ્યું કે, “પાસે પૈસે નથી, એ જ મારી બેહાલ દશાનું કારણ છે. ત્રિદંડીએ કહ્યું : “જે એ જ કારણ હોય તે ફિકર કરીશ નહિ. હું તને એ ઉપાય બતાવીશ કે તારા ઘરમાં લક્ષમીની રેલછેલ થઈ જશે.” શિવકુમારે કહ્યું: “તે આપને ઉપકાર હું જીવનપર્યત નહિ ભૂલું. આપ જે ઉપાય બતાવશે તે અવશ્ય કરીશ.” ત્રિદંડીએ. કહ્યું કે, “એક મંત્ર જાણું છું, તેનાથી સુવર્ણપુરુષની સિદ્ધિ થાય છે. એ સુવર્ણપુરુષના હાથપગ કાપી લઈએ