________________
૩૪
મંત્રદિવાકર એ વસ્તુઓ પ્રસિદ્ધ છે. બલિ એટલે દેવતા પ્રત્યેનું સમર્પણ. તે બાહ્યભાવે ફળ-ફૂલ તથા નૈવેદ્યની સામગ્રી અર્પણ કરવાથી થાય છે અને અત્યંતરભાવે તેમના પ્રત્યે પરમ શ્રદ્ધા રાખી સમપિત થઈ જવાથી થાય છે. ચાગ એટલે અંતર્યાગ, ગસાધનામાં તેનું મહત્વ વિશેષ છે. જ૫ અને ધ્યાન પ્રસિદ્ધ છે. અહીં જે સમાધિ ઉલ્લેખ કર્યો છે, તેને મહાબોધિ સમાધિ સમજવી. મંત્ર વડે નિદેશાતા પરમાત્માના ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિએને સંપૂર્ણ લય થઈ જતાં આવી સમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી સાધકને પરમાર્થની પ્રાપ્તિ થતાં, તે કૃતકૃત્યતા અનુભવે છે.
પરંતુ આજે આ સેળ અંગોનું આલંબન લઈને મંત્રણ સિદ્ધ કરનારા કેટલા? એ વિચારણીય છે. અમને લાગે છે કે આ ક્રિયાઓ કંઈક લાંબી અને કઠિન જણાતાં તાંત્રિક યુગમાં તેમની સારભૂત ક્રિયાઓ લઈને મંત્રસાધનાની પદ્ધતિને સરળ બનાવવામાં આવી છે. -
મંત્રાગની અન્ય પ્રણાલિકા પણ ભારતવર્ષમાં વિદ્યમાન હતી. આ પ્રણાલિકા મુખ્યત્વે નિથસંપ્રદાય એટલે જૈન શ્રમણોમાં પ્રચલિત હતી. તેઓ અહિંસા, સંયમ અને તપને મંત્રગની પૃષ્ઠભૂમિકા માની તેનું આરાધન કરતા અને ત્યાર બાદ પંચાંગસેવનથી મંત્રગને
+ જ૫ અને ધ્યાનનું મહત્ત્વ સમજવા માટે અમારો રચેલો ૫ધ્યાન-રહસ્ય’ નામનો ગ્રંથ જુઓ. .
*