________________
મંગલ પ્રસ્થાન
અમને કહેતાં આનંદ થાય છે કે આજે મંત્રવિજ્ઞાનની બીજી આવૃત્તિ ચાલી રહી છે અને તે માટે અનેક ધન્યવાદપત્ર મળેલા છે.
મંત્રવિજ્ઞાનનાં છેલ્લાં પ્રકરણ લખતાં હતાં, ત્યારે એકાએક વિચાર આવ્યું : “હવે પછી શું ?” અને ડી જ વારે મંત્રચિંતામણિ” એ છ અક્ષરે અમારા કલ્પનાપ્રદેશમાં ઝબકી ગયા. પછી તેમાં કેવી સામગ્રી આપવી? તેને નિર્ણય થ અને તેની રીતસરની જાહેરાત કરવામાં આવી. તે પછી માત્ર છ-સાત માસનાં ગાળામાં જ તેનું પ્રકાશન થયું.*
. કેટલાકને એમ લાગે છે કે અમુક અક્ષરોના સંચેજનરૂપ મંત્ર ચિંતામણિરત્નનું કામ શી રીતે કરે? પણ અનુભવે બતાવી આપ્યું છે કે મંત્ર એ ખરેખર ચિંતામણિરત્ન છે અને તે સાધકના સર્વે મને પૂરા કરે છે. - અકબર બાદશાહે મેવાડ પર ચડાઈ કરી, મેવાડનું રાજ્ય જિતી લીધું અને મહારાણા પ્રતાપને જંગલેને આશ્રય લેવો પડશે. ત્યાં તેઓ વિષમ સ્થિતિમાં દિવસે પસાર કરતા હતા અને ખૂબ ચિંતામગ્ન હતા. એવામાં તેમને એક ત્યાગી તપસ્વી જૈન સાધુને ભેટે થયો.
મહારાણા ઉપર તેમની બહુ ઊંડી છાપ પડી, એટલે , તેમને પ્રણામ કરીને પૂછયું : “મહારાજ ! મારા મનને મનોરથ ફળે એ કેઈ ઉપાય છે? '' * * આજે આ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે.'