________________
-૩૬૪
મંત્રદિવાકર - દીક્ષા-વર્ણન, મંત્ર, યંત્ર, ચક્ર, ગ તથા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવનારા વિધાનની પ્રધાનતા છે. આ બધાનું વર્ણન સમીક્ષાત્મક શૈલીએ, કરવામાં આવ્યું છે. ઈવરસંહિતા, પિષ્કરસંહિતા, પરમસંહિતા, સાત્વતસંહિતા, બૃહન્નમસંહિતા, જ્ઞાનામૃતસાર વગેરે સંહિતાઓની -રચના ઉપર્યુક્ત કાળની પ્રમુખ ભેટ છે. જ્ઞાનામૃતસારસંહિતા “નારદ-પાંચરાત્રીના નામથી પ્રકાશિત છે. બધા પ્રાણીઓ ઉપર આધિપત્ય પ્રાપ્ત કરવા માટે પાંચ દિવસના અનુષ્ઠાનને નિર્દેશ થવાથી તેનું નામ “પાંચરાત્ર પડ્યું છે. નારદ પાંચરાત્રમાં શ્રી કૃષ્ણ અને રાધિકાજીના સંબંધમાં વિસ્તૃત ચર્ચા છે. આજે વૈષ્ણવ-તંત્રને માનનારાઓમાં પણ અનેક સંપ્રદાયે પ્રચલિત છે, તેમાં લેકે દીક્ષિત થાય છે તથા પારંપરિક સાધના વડે સ્વ–પરનાં કલ્યાણમાં મશગૂલ રહે છે. . ૨. શેર-તંત્ર - શેવાગમ–સાહિત્ય અતિવિસ્તૃત છે. તેમાં–સિદ્ધાંતશેવ, વીરશૈવ, જંગમશેવ, રૌદ્ર, પાશુપત, કાપાલિક, વામ, ભૈરવ વગેરે અનેક અવાંતર ભેદે છે. અદ્વૈતદષ્ટિથી શિવ સંપ્રદાયમાં ત્રિક અથવા પ્રત્યભિજ્ઞા અને સ્પંદપ્રભૂતિ વિભાગો છે. અદ્વૈતમતમાં પણ શક્તિની પ્રધાનતા માનવા પર સ્પંદ, મહાથ, કમ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે. ૧૦ શિવાગામ અને ૧૮ રૌદ્રાગમ પ્રસિદ્ધ છે. એમ પણ કહેવામાં આવે છે કે પરમશિવની ૫ શક્તિઓ–ચિત,