________________
- મંગલ પ્રસ્થાન ,
- અમે કહ્યું : “સાહસ થતું હોય તે સાહસ કરવું છે. પરિણામ જોયું જશે. પરંતુ અમને એટલી ખાતરી છે કે જેણે એક વાર મીડાઈને સ્વાદ ચાખ્યો છે, તે -મીઠાઈ ખાધા વિના રહેશે નહિ. એટલે કે જેમને ધાર્મિક- આધ્યાત્મિક સાહિત્ય પરત્વે અભિરુચિ છે અને જેઓ
મંત્રવિદ્યાને સાચો મર્મ જાણવા ઈચ્છે છે, તેઓ તે આ સાહિત્ય વાંચશે જ વાંચશે. બાકી આ વિષય અમારી -આંતરીક શ્રદ્ધાનો છે, અને અમે તેને સમર્પિત છીએ, એટલે તેને વ્યવસાયની દષ્ટિએ વિચાર કરવાનો રહે નથી. સાથે એ પણ જાણી લે કે સામાન્ય લોકેની અભિ રુચિને પ્રશ્ન તે અમારી સામે ત્રીશ વર્ષથી આવ્યો છે,
છતાં અમે અમારા આદર્શ પ્રમાણે સાહિત્યસર્જન કરતા * રહ્યા છીએ અને તેથી અમારા ગ–મને કેઈ હરકત
પહોંચી નથી. આંતરિક શ્રદ્ધા દઢ હોય તે ધાર્યું પરિણામ - જરૂર આવે છે, પણ તે માટે સમયની કેટલીક પ્રતીક્ષા અવશ્ય કરવી પડે છે.”
મિત્રના મનનું સમાધાન થયું અને કામ આગળ ચાલ્યું. સર્જનના માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ હતી, પણ તે હૈયે રાખીને વટાવી ગયા અને ટૂંક સમયમાં જ
મંત્રવિજ્ઞાન જિજ્ઞાસુજનના કરકમલમાં મૂક્યું. તે - ઘણા પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું હતું અને તેને પોતાની વિશેષતા હતી, એટલે જિજ્ઞાસુજનેએ તેને સુંદર સત્કાર કર્યો અને વિદ્વાન તથા પત્રકારોએ પણ તેને ઉર્મિભર્યો આવકાર આપે. ,