________________
[૧] મંગલ પ્રસ્થાન
મંત્ર એક સબળ સાધન છે” એ સંસ્કાર તે અમારા મન ઉપર નાનપણથી જ પડે હતું અને તે પ્રસંગે પાસ દઢ થતે ગયે હતો. વિદ્યાર્થી અવસ્થામાં
અમે અમારી ધાર્મિક-સાંપ્રદાયિક માન્યતા અનુસાર એક - મંત્ર તથા એક સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક નિત્યપાઠ કરતા
હતા. આગળ જતાં તેના કેટલાક ચમત્કારે અનુભવમાં આવ્યા અને મંત્રવિદ્યાએ અમારા હૃદયમાં ઉન્નત સ્થાન “પ્રાપ્ત કર્યું.
પરંતુ મંત્રવિષયક ખાસ સાહિત્ય તે છેલ્લા બે દશકામાં જ અમારા હાથમાં આવ્યું. તેમાં સંસ્કૃત અને હિંદી ગ્રંથ વધારે હતા. અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથ થોડા હતા. આ સાહિત્ય અમે યથાશકિત વાંચ્યું–વિચાર્યું. એવામાં ગાગથી અમને કેટલાક માંત્રિકે પરિચય થયો, તેમણે મંત્રવિષયક અમારે રસ વિશેષ પ્રમાણમાં જાગૃત કરી દીધો.