________________
કણપિશાચિન-તંત્ર
ર૭૩ પીંપળ, બીલી, વડ, ધાવડી અને અશેક એ પાંચ વૃક્ષના સમૂહને પંચવટી કહેવાય છે. તે અંગે મંત્રવિજ્ઞાનના સત્તરમા પ્રકરણમાં વિસ્તૃત વિવેચન થયેલું છે, તે . જિજ્ઞાસુએ જોઈ લેવું. '
પાંચ મુંડ એટલે પાંચ પ્રકારની પરી. તેમાં મનુષ્ય તથા બીજી ચાર પ્રાણીઓની ખોપરી હોય છે. આ પાંચ ખોપરી પંચવટીની વચ્ચેના ભાગમાં દાટી તેનાં ઉપર વેદિકા બનાવી તેની ઉપર સાધકે બેસવાનું હોય છે. * સંયત ચિત્ત એટલે સ્થિર ચિત્ત. જ્યારે ચિત્તમાં કઈ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉઠતા ન હોય, ત્યારે તે સ્થિર બને છે. આ રીતે ૪૫ દિવસ સુધી કોઈ મનુષ્ય ન જુએ એ રીતે જય કર હોય તે તે માટે કઈ વનને એકાંત પ્રદેશ પસંદ કરે જોઈએ કે જ્યાં આવી પંચવટી ઉગેલી હાય. અન્યથા ત્યાં આવી પંચવટી બનાવીને પછી જપ કરવું જોઈએ. અમારા ખ્યાલ મુજબ સ્વામી રામકૃષ્ણ પરમહંસે આ પ્રકારનું અનુષ્ઠાન કરીને સિદ્ધિ મેળવી હતી.