________________
મંત્રમાં શાસ્ત્રીય મંત્રોની અપેક્ષાએ વધારે સાવધાની રાખવી પડે છે અને તેથી જ કહેવાય છે કે–વિધિન્નરો પુતઃ સિદ્ધિઃ ? . आम्नाया खलु दुर्लभा : ..
શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માર્ગથી જેના પિતા, પિતામહ વગેરે ચાલતા આવ્યા છે, તે માર્ગનું અનુસરણ તેને માટે હિતકર, હેય છે.એટલે સાધનામાર્ગમાં પણ બનતાં સુધી આ કથનનું ધ્યાન રાખી આગળ વધવું જોઈએ. જો એમ ન હોય તો ઉત્તમ ગુરુ પાસે મંત્રગ્રહણ કરી ઉપાસના કરવી; પણ ગમે તે ગ્રંથમાં જોઈ મનસ્વી તરીકે ઉપાસના કરવી નહિ. આપણા દેશમાં સ્થળ–સ્થળે મંત્રશાસ્ત્રને લગતી હસ્તલિખિત પિથિઓ મળી આવે છે, પણ તેમાં કેઈથળે મંત્ર હોય છે, તો અન્ય સ્થળે યંત્ર, અને ત્રીજા ઠેકાણે વિધિ લખ્યો હોય છે. તે કુલપરંપરાના સંસ્કારોના અભાવે સિદ્ધ થતા નથી. પ્રતિના લેખકો પણ લિપિગત વિશિષ્ટતાના કારણે અમુક ગોપનીય નિયમનું અનુસરણ કરી પ્રતા લખતા હતા. પ્રતિલિપિ કરનારાઓ તે રહસ્યજ્ઞાનના અભાવે પ્રતિલિપિઓમાં મનસ્વી ઉમેરાઓ કરી આપતા અને તેથી તેનાં વાસ્તવિક જ્ઞાન વગર બધું વિપરીત થવું સંભવે છે. અનધિકારીઓના દુરુપયોગના ભયથી આ બધું થતું હતું. નેપાલથી પ્રાપ્ત “મહાકાલસંહિતામાં એક અસ્ત્રખંડ છે, જેમાં વાસણાસ્ત્ર, ચવનાસ્ત્ર, અન્ય સ્ત્ર, જવરાસ્ત્ર, વગેરેના પ્રયોગ માટે કેટલાક મંત્ર અને વર્ણપિંડે લખેલા છે. તેનો પ્રયોગવિધિ, ઉચ્ચારણ વિધિ અને અન્ય કર્તવ્ય-વિશેનો તેમાં ઉલ્લેખ ન હોવાથી તેનો પ્રયોગ થઈ શકે તેમ નથી; એટલે કહેવાય છે કે–આન્નાયા વહુ ટુર્રમઃ મંત્રવિણ્યક સાહિત્યસર્જનની આવશ્યકતા
ઉપર જણાવ્યા મુજબ અનેક ગૂંચવણનો ઉકેલ આપતા સાહિત્યના સર્જનની કેટલી આવશ્યકતા છે, તે સમજાય એવું છે.