________________
૧૯૨
મંત્રદિવાકર મંત્રવિશારદે મુખ્ય ભયેની ગણના નીચે મુજબ. કરે છેઃ
જલય–પાણના પૂરને ભય. અગ્નિભય–આગ ફાટી નીકળવાનો ભય. વિષભય-સ્થાવર-જંગમ ઝેરને ભય. વિષધરભય–સાપને ભય.
દુષ્ટગ્રહભય–દુષ્ટ ગ્રહોને ભય. (સૂર્યાષ્ટકને નિત્ય દશવાર પાઠ કરવાથી દુષ્ટ ગ્રહોને ભય દૂર થાય છે. આ પાઠ પરિશિષ્ટમાં આપેલો છે.)
રાજભય–રાજા તરફનો ભય. . રેગભરા–રાગ તરફનો ભય. તે અંગે “રોગનિવારકમંત્રપ્રાગ” નામનું પૂર્વ પ્રકરણ ધ્યાનથી વાંચવું.
રણુભય-રણભય, લડાઈને ભય. શત્રુભય–શત્રુ તરફને ભય. મારીભય—મરકી વગેરે રોગચાળાને ભય. ચારભય-ચોરને ભય.
ઈતિભય–અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શુક પડવા, તીડ. પડવા, ઊંદર પડવા, સ્વચકભય એટલે લશ્કરને બળવે. છે અને પરચકભય એટલે શત્રુ સૈન્યની ચડાઈ થવી, એ સાત પ્રકારના ભને ઈતિભય કહેવામાં આવે છે.
0