________________
આથી
૧૫૮
મંત્રદિવાકર બીજે દિવસ અને ત્રીજો દિવસ પણ એમ જ વ્યતીત થઈ ગયે. ચોથા દિવસે જ્યારે ત્યાંથી નીકળવાને વખત આવ્યું, ત્યારે તેમને તેડી જનાર ભક્તને મહાત્મા યાદ આવ્યા અને તેઓ ઊંડા વિચારમાં પડી ગયા, કારણ કે આ ત્રણ દિવસમાં તેમણે મહાત્માને કેઈ પણ પંગતમાં - જમતા જોયા ન હતા.
પછી તેમની શોધ ચાલી, તે દાદર નીચેની અંધારી ઓરડીમાંથી મળી આવ્યા. પેલા ભક્ત તેમને ખંભો ઢંઢળી જાગૃત કર્યા છે તેઓ પૂછવા લાગ્યા કે “શું કલાક પૂરો થઈ ગ?' હજી તેમના મનમાં તો એમ હતું કે કલાક પૂરે ય નથી, છતાં આણે મને ઢંઢેળીને શાં માટે જાગૃત કર્યો?
પછી મહાત્માજીને ભેજન કરાવ્યું અને ઉત્સવની વાત સંભળાવી, ત્યારે મહાત્માને ખ્યાલ આવ્યો કે આ તે સાડા ત્રણ દિવસ પસાર થઈ ગયા !
જપમાં કેવી એકાગ્રતા રાખવી જોઈએ, તેનું આ -સુંદર દૃષ્ટાંત છે.
આ મહાત્માજીને તેમના કુટુંબીજનો તરફથી ગામે -ચરાવવાનું કામ સેંપવામાં આવ્યું હતું અને તે તેમણે -સંભાળી લીધું હતું, પરંતુ ત્યાં ખરેખર શું બનતું હતું,
તે જાણવા જેવું છે. તેઓ ગાને કહી દેતાઃ “બેટા ! ' -સુખેથી ઘાસ ચરજે, પણ કેઈના ખેતરમાં પિસશે નહિ