________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૧ ' શાસ્ત્રોક્ત નિયમપૂર્વક પ્રાણાયામ કરવાથી સર્વ રેગેને ક્ષય થાય છે, પરંતુ તેના નિયમ જાણ્યા વિના કરવામાં આવે અને પવનની ગતિને વ્યુત્ક્રમ થઈ જાય,
એટલે કે મૂળ માર્ગ બદલાઈ જાય તે હેડકી, શ્વાસ, - ખાંસી, માથાનો દુખાવો, કાનને દુખાવે, આંખને દુખાવે આદિ વિવિધ પ્રકારના રોગ થાય છે.”
ગશાસ્ત્રોમાં એમ કહ્યું છે કે સિદ્ધાદિ ત્રણ આસનો ' એટલે સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસનને જૂનાધિક તે પ્રમાણમાં જય કર્યા વિના જે પ્રાણાયામનો વિશેષ અભ્યાસ ન કરવામાં આવે તે પ્રાણનો જય નહિ થતાં અભ્યાસીના
શરીરમાં કઈ એક જોતો રોગ થવા સંભવ છે. તેથી વિવેકી જનોએ આસનનો જય કર્યા વિના પ્રાણાયામને વિશેષ અભ્યાસ કર ઉચિત નથી. વેગના આઠ અંગમાં આસન પછી પ્રાણાયામને નિર્દેશ કરવામાં આવે છે. તેને અર્થ પણ એ જ છે કે આસન નામનું ત્રીજું અંગ સિદ્ધ કર્યા પછી પ્રાણાયામ નામના ચેથા અંગ માટે વિશેષ પ્રયત્નશીલ થવું.. છે. પરંતુ અમે ઉપર જણાવી ગયા તે મુજબ સ્વાભાવિક અને અનુલેમ-વિલોમ પ્રાણાયામ ગમે તે અવસ્થાએ કરી શકાય એવે છે અને તેમાં કઈ ભયસ્થાન નથી.
આપણે સામાન્ય રીતે જે પ્રમાણે શ્વાસ લઈએ છીએ, તે પ્રમાણે ઊંડે શ્વાસ લે તેને ઉદરમાં થોડી -વાર રોકી રાખો અને પછી ધીમે ધીમે છેડે, તેને