________________
માનસિક શુદ્ધિકરણ
૭ - મનની આ પરિસ્થિતિનું વર્ણન સાંભળીને કદાચ
કેટલાક હેબતાઈ જશે તથા “લાખ મળવાના નથી અને - લખેસરી થવાના નથી એ લૌકિક ન્યાયને અનુસરી મનને
પવિત્ર તથા એકાગ્ર કરવાનો પ્રયત્ન જ મૂકી દેશે, પરંતુ સુજ્ઞ-સમજુ-વીર પુરુષે દુષ્કરતાથી ડરતા નથી. અરે ! - એક કાર્ય દુષ્કર હોય છે, માટે જ તેને સાધવા તત્પર થાય છે અને તેમાં તેઓ પિતાનું ખરું ખમીર બતાવે છે. પૂર્વ મંત્રસાધકની ચેગ્યતામાં શૂરવીરતાનું સૂચન કરાયેલું
છે, તે એટલા માટે જ કરાયેલું છે કે સાધક ગમે તેવી | દુષ્કર-કઠિન પરિસ્થિતિને સામનો કરીને પોતાનું ધ્યેય તે સિદ્ધ કરી શકે. મનને જીતવાની બાબતમાં–મનને પવિત્ર
અને સ્થિર બનાવવાની બાબતમાં તેમણે શૂરવીરતાનો પરિચય આપે જરૂરી છે. - અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે મનને જિતવું અતિ દુષ્કર છે, એનો અર્થ એ નથી કે મનને જિતી શકાતું જ નથી, અંકુશમાં રાખી શકાતું જ નથી કે તેને પવિત્ર અને એકાગ્ર બનાવી શકાતું નથી. જે પરિસ્થિતિ ખરેખર આવી જ હોત તે કઈ ગસિદ્ધિ - મંત્રસિદ્ધિ કરી શક્યું ન હોત અને મોક્ષરૂપી મહાલય સાવ સૂને પડયો હેત, કારણ કે મનને પૂરેપૂરું પવિત્ર અને એકાગ્ર કર્યા વિના કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી કે મોક્ષમહાલયને દરવાજો ખૂલતો નથી. પણ આજ સુધીમાં અનેક વ્યક્તિઓએ યોગસિદ્ધિમંત્રસિદ્ધિ કરીને