________________
માનસિક શુદ્ધિકરણ
૩.
..
માતંગીના પ્રયાગમાં અમે સાક્ષાત્ જોયું છે કે જો તેને જપ કરનાર માણસ પવિત્ર મનવાળા હાય તે રાત્રિના ચતુર્થ પ્રહર શરૂ થતાં અવશ્ય જવામ મળે છે, અન્યથા તેનું ખાસ પરિણામ આવતું નથી. સારસ્વતમંત્રની સિદ્ધિ વખતે પણ લગભગ આવુ જ મને છે. જ્યારે તે મંત્ર સિદ્ધ થવાની તૈયારી હેાય, ત્યારે એક નવયૌવના નારી નગ્નસ્વરૂપે તેની સામે આવીને ઊભી રહે છે. એ વખતે સાધક ચલાયમાન થયા, એટલે કે તેના મનમાં કાઈ અપવિત્ર વિચાર આવ્યેા કે મધા ખેલ ખલાસ થાય છે. વિદ્યાના ક્ષેત્રે ગુજરાતને અનન્ય ગૌરવ અપાવનાર શ્રી હેમચંદ્રાચાય ને તેમના ગુરુએ શ્રી સરસ્વતી દેવીની સાધના કરાવી હતી, ત્યારે તેમને આ પ્રકારના અનુભવ થયા હતા, પણ તેમનું રૂંવાડુએ ફરક્યું ન હતું, ત્યારે જ શ્રી સરસ્વતીદેવીએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતુ..
સાધકાએ જાણી લેવાની જરૂર છે કે જે જે મહાપુરુષાએ ચેાગસિદ્ધિ કે મંત્રસિદ્ધિ કરી છે, તેમના મનની પવિત્રતા અને એકાગ્રતા ઘણી ઊંચી સ્થિતિએ પહેાંચેલી હતી. વધારે સ્પષ્ટ કહીએ તે તેએ કામ, ક્રોધ, મેહ, મત્સર, કપટ, લાભ, દ્વેષ, નિર્દયતા આદિ વડે ઉદ્ભવેલા અપવિત્ર ભાવે કે વિચારોથી પેાતાના મનને જરા પણ . દુષિત થવા દેતા નહિ કે વિપરીત સચેાગેા, તેમ જ વિવિધ પ્રકારના ભયેાથી ક્ષોભ પામીને પોતાની ચિત્તવૃત્તિએને કિ ંચિત્માત્ર અસ્થિર બનવા દેતા નહિ.