________________
૪૯૦
[પંચસૂત્ર-૫
નદિની રેતી ઘડા માટે, ને વંધ્યા સ્ત્રી પુત્રને માટે અગ્ય જ છે. આ વસ્તુ મેટા ૫ ડિત કે અજ્ઞાન સ્ત્રીઓ પણ સમજે છે. બાકી બીજાઓમાં મોક્ષે જવાની ગ્યાતારૂપ ભવ્યત્વ તેના કાર્ય ઉપરથી કલ્પી શકાય છે. ગ્યતા જ ન હોય તો સામગ્રી ગમે તેટલી મળે, છતાં ય મોક્ષ શું કે સમ્યત્વાદિના પરિણામ શું, એ ન જ થાય. વળી આ ચેગ્યતા પણ જીવમાં અનાદિકાળથી હોય છે.
(અહિં એ વિચારણીય બને છે કે આવું ભવ્યત્વ કે જે લાખે કરડે ગમે ઉપાય જવા છતાં ઘણું ઘડાતું નથી, કે મેળવ્યું મેળવાતું નથી, પણ અનાદિસિદ્ધ હોય છે. તે જે આપણને મળી ગયું છે, તે આ શું સદ્ભાગ્યની કઈ અવધિ છે? બિચારે અભવ્ય અનંતવાર નરકની કારમી પીડા ભોગવી આવે કે અનંતવાર પ્રભુના સમવસરણ જોઈ આવે તે પણ જે ભવ્યત્વ ન જ પામી શકે, અને તેથી જ કદી ય ઠેઠ નરક–નિગદાદિ સુધીના કારમા ત્રાસમય સંસારમાંથી છૂટી જ ન શકે, એવું મહામૂલું ભવ્યત્વ આપણને સહજ મળ્યું છે, કાંઈ જ કિંમત ખરચ્યા વિના મળ્યું છે, કઈ પરિશ્રમ કર્યા વિના મળ્યું છે, તે પછી એનું મહત્વ આપણે કેટલું સમજીએ છીએ? એ ભવ્યત્વ સફલ કરવા એટલે કાર્યસાધક બનાવવા કેટલી ગરજ, કેટલી કાળજી, અને કેટલી મહેનત લઈએ છીએ? જે ચિંતામણિને ફલે—ખ (ફળસાધક) કરવાથી મહાવૈભવસુખ મળતા હોય, તેને ચીંથરે બાંધી રાખી, કાચના ટૂકડા પાછળ કારમી મજુરી કરીને રેટ-મરચું ઉપાર્જનારો કે મૂખ અને ભાગ્યહીન ગણાય ? ચિંતામણિ ચાલી ગયા પછી એ શું કરી શકવાનો ? એવી રીતે જે ભવ્યત્વને પકવવાના આ સુંદર કાળમાં એ કર્યા વિના જ જીવન