________________
પ્રવ્રયા–ફલસૂત્રમ ]
૪૬૫ નહિતર (જે આત્મા ઊભો રહેતું હોય તે) એ દિક્ષા. એની નહિ કહેવાય. દષ્ટાન્તથી (દિદક્ષા) ભવ્યત્વ જેવી નથી. ભવ્યત્વ શુદ્ધ જીવસ્વરૂપ નથી (દિક્ષાને) ભાવી ગની અપેક્ષાએ તુલ્યતા નથી, કેમકે પૂર્વે એકલી જ હાઈને, સદા સમાન છે. (મહત નવાદિવિકાર-દર્શને સદા નિવૃત્ત થવાનો) સ્વભાવ કલ્પ અપ્રામાણિક છે એ જ દેષ કલ્પિત દિક્ષામાં છે.
વિવેચન -અનાદિ કર્મબંધને અંત કેવી રીતે ? . - પ્ર—તે પછી, એમ તે આત્મા સાથે કર્મને સંબંધ જે અનાદિને છે, તો તે સ્વાભાવિક ઠર્યો! તેથી તેને કદી ય અંત ન આવે. તેથી મોક્ષ થઈ જ ન શકે! જેમકે, આકાશ અને મેરુને સંબંધ અનાદિને છે, તે કદી તેને અંત આવનાર નથી.
ઉ૦-દષ્ટાન્તમાં સંબંધ પ્રવાહથી અનાદિ નહિ, કિવ્યકિતસ્વરૂપે અનાદિ છે, તેથી તે ભલે શાશ્વત છે; પરંતુ કર્મનો સબ ધ તે તે તે વ્યક્તિરૂપે પ્રારંભવાળે છે, તેથી તેને અંત આવી શકે છે. આમાં સુવર્ણ—માટીનું દષ્ટાન્ત છે, ખાણમાં જ્યારથી સુવર્ણ ઉત્પન્ન થયું, ત્યારથી માટીના સંબંધવાળું જ ઉત્પન્ન થયું હોય છે. છતાં અગ્નિ તેજામ વગેરેથી એ સંબંધને અંત આવી શકે છે, અને સુવર્ણ મળથી તદ્દન મુક્ત બની શુદ્ધ થઈ શકે જ છે. એવી રીતે કર્મબ ધનના હેતુથી ઉલટા હેતુઓ મળે, તેથી સુવર્ણની જેમ માત્મા તપે, તો જૂનો કર્મમળ દૂર થઈ જાય, સાથે નવા બંધના હેતુ ન સેવીને બધને અટકાવી દેવાય, તે આત્મા સર્વથા મુક્ત થઈ શકે.
આત્મા (૧) અબદ-(૨) બદ્દમુક્તમાં ભેદ? -