________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૩૪૯
વિદ્યાગુરુને ભારે વિનય કરે છે. તો એ જે મુનિને અવિનય જુએ તો જનધર્મ તરફ અરુચિવાળા થાય, એથી શાસનહીલના થાય અને (૬) એ જાતને દુર્લભધિ બનાવે.
(૪) વળી તે “ભૂતાર્થદશી હોય. ભૂતાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ; એને દશી એટલે એની ઉપાસનાના લક્ષવાળે. તત્ત્વભૂત પદાર્થ આ કે આ ગુરુકુલવાસ કરતાં બીજી (ગુરુકુલ– નિરપેક્ષતાદિ) કેઈ હિતકર વસ્તુ નથી એવું આ ગુરુકુલવાસરૂપ તવ છે, એમ માને. આ માનવાનું કારણ, કે ચારિત્ર લેનાર આત્મા જિનવચન-શાસ્ત્રવચનને અનુસરનારો હોય છે અને શાસ્ત્રવચન પૂર્વે કહ્યું તે “ Twારા રૂ માની આ વચન કહી રહ્યું છે કે ગુરુકુલવાસમાં સમ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યક દર્શન તથા ચારિત્રમા અધિકાધિક સ્થિરતા થાય છે. માટે ધન્ય આત્માએ જીવનભર ગુરુકુલવાસને છેડતા નથી. આ વચનથી એના હૃદયમાં નિશ્ચિત–સેલું હોય છે કે એજ હિતરૂપ છે, પરમતત્ત્વ છે, ભૂત અર્થાત્ સદ્ભૂત યાને સાચો સેવ્ય પદાર્થ છે. તત્ત્વ-અતવનાં દૃષ્ટાંત :
અહીં “ભૂતાર્થદશી' શબ્દ બહુ સૂચક છે. એને વ્યાપક અર્થમાં આ પ્રમાણે વિચારી શકાય કે મુનિ સત્ય તાત્વિક વહુને જ જેના–માનનારો હોય. તાવિક એટલે સત્ અને પરમાર્થવાળી વસ્તુને જ જોવાની ધગશ રહે અતારિકને મનમાં જ ન પેસવા દે, કાલ્પનિક જૂઠા પદાર્થો તરફ દષ્ટિ જ ન લઈ જાય. સત્ પદાર્થોમાં પણ તુચ્છ પ્રજનવાળા પદાર્થોની બહુ વિચારણા ન કરે. તવમાં જ તે રમતે હોય. મિથ્યાદર્શનીઓએ કલા કહેવાતા ત, જેવાં કે,-એકાન્તવાદ,