________________
પ્રવજ્યા-પરિપાલન]
३४७
(૭) મિથ્યાત્વીના આક્રમણને ભય ને એથી લલચાવાને સંભવ રહે, તેમ (૮) અથવાદમાર્ગની અવસરે ખબર નહિ તેથી અનુચિત ઉત્સગન્ધર્મના આગ્રહે આત્મવિરાધના–સંયમવિરાધનાદિ પાપમાં જઈ પડે. માટે આ દેશે થી બચવા ગુરુકુલવાસમાં જ રહેવું.
- આષાઢાભૂતિ આચાર્ય ગચ્છ મૂકીને નીકળ્યા, તે દેવતાઈ નાટક જેવા લેભાયા ! ને છ માસ સુધી એ જેવા ઊભા ! પછી આગળ પણ એકલા બાળકને જોઈ એના દાગીનામાં લેભાઈને એને મારી નાખી દાગીને લઈને ચાલ્યા! ગુરુકુલવાસ ગચ્છવાસ હોય તે વ્યવહારથી પણ સંકેચાઈ આવા પાપમાં ન પડત. - (૨) વળી “ગુરુને પ્રતિબદ્ધ રહે. એનાં લક્ષણ પ્રતિબદ્ધ” એટલે સર્વેસર્વા બધાચેલે તે પણ ગુરુ પર અત્યંત બહુમાન અને અનન્ય મમત્વ રાખી “અહો ! ભીષણ ભવે દ્ધારક મારા અતિમ ઉપકારી ગુરુ ! શી વાત મારા ગુરુ !” એમ સમજી, ત્રણ લોકના સામ્રાજ્ય દેનારા કરતાં ય ગુરુના ઉપર ઘનિષ્ઠ આદર બહુમાન અને પક્ષપાત ધરનારે હોય. એમના પ્રત્યે અત્યત હાર્દિક પ્રાંતિ અને પૂજ્યભાવ ધરે જીવનની શ્વાસ લેવા, આખના પલકારા થવા, વગેરે ક્રિયાને છેડી બાકીની સર્વ પ્રવૃત્તિમાં ગુરુને જ સુકાની કરે. ગુરુ-વિમુખને ૭ નુકશાન –
ગુરુ પર પ્રતિબંધ યાને અત્યંત મમત્વ ને બહુમાન નહિ હોય તે (૧) ૫ મારોદ્ધાર જેવા અતિ મહાન ઉપકારની પાછળ પણ કૃતજ્ઞતા ચૂકાશે; (૨) ગુરુની સારવારણ ચિહન નહિ થાય; (૩) ગુરુની કદાચ આશાતના કે આજ્ઞા-ઉલ્લઘન કરવાનું બની આવશે; (૪) ગુરુને બદલે જાતની પ્રશંસા ગાવાનું કે