________________
૩૩૨
[ પંચસૂત્ર-૪ દષ્ટિ બરાબર ખ્યાલમાં રાખી વ્યવહાર આદરે એ નિશ્ચયના ઉપાય સુધી પહોંચી શકે છે. માટે એ વ્યવહાર જ શુદ્ધ વ્યવહાર છે. તેથી જ વિપર્યાસ ટાળી વિધિપુરસ્સર આરાધના કરવી જોઈએ.
અવિધિ ક્રિયાનું ય મહત્તવ અને સાવધાની :–
પ્રવર્તે શું પ્રાથમિક અભ્યાસદશામાં ગ્રહણ-આસેવનશિક્ષાપ્રતિલેખના–આવશ્યકાદિ ક્રિયામાં વિપર્યાસથી છેડી અવિધિ થઈ જતી હોય તે તે ક્રિયા નકામી ?
ઉ–ના, નકામી નથી. અલબત્ નિશ્ચયનયની દષ્ટિએ એ ઉપાયભૂત નહિ, તેમ શુદ્ધ વ્યવહારનયની દૃષ્ટિએ પણ નહિ, છતાં જીવમાં પ્રથમ તબક્કે સર્વથા શાસ્ત્રોક્ત વિધિપાલન આવવું મુશ્કેલ છે એ તે વિધિઅવિધિ-મિશ્ર ક્રિયાને અભ્યાસ પડતાં પડતાં આવી શકે, અર્થાત્ સરળ નિર્દભ દિલથી શુદ્ધ વ્યવહારનું લક્ષ રાખી વીય કે બેધના અભાવે અશુદ્ધ વ્યવહાર આદરાય, તે પણ શુદ્ધ વ્યવહાર માટે ઉપયોગી છે. અનંતા છે એ રીતે ઊંચે આવ્યા છે. અલબત એ બધા વ્યવહારનયથી ઉપાય કહેવાશે, તેમજ ત્યાં પણ વિધિ–પાલનનો પક્ષપાત અને અવિધિ માટે હેયબુદ્ધિ તથા પશ્ચાત્તાપ જાગ્રત્ જોઈએ. તો જ કયારેક અવિધિના એ અણગમાથી અવિધિત્યાગ સંભવિત બનશે. આમ વિધિના અત્યંત રાગ સાથેના ચારિત્ર–અંગેનું પાલન એ નિશ્ચયના લક્ષ્યવાળે વ્યવહાર ગણાય, એ આગળ લઈ જાય છે, પરંતુ જે મતિ–વિપસ થાય અને અવિધિ વગેરે ત્યાજ્ય તને જ ઉપાય માની પ્રવૃત્તિ કર્યું જાય તે તે એ ભૂલો પડી ગયે! સાચા ઉપાયને બદલે ઉપાયાભાસમાં તણા.
પ્ર-(૧) તે પછી જે છેલું કારણ કાર્ય નીપજાવે છે,