________________
[પંચસૂત્ર-૩ નિમિત્તો યાને પ્રશસ્તયોગ શુકન-શબ્દ પામી ગુરુ પાસે દીક્ષાની કિયા કરે. (૭) ત્યાં દરેક ક્રિયા વખતે ગુરુદ્વારા ગુરુમંત્રે મંત્રાયેલ વાસક્ષેપથી વાસિત થતો, (૮) અતિઉત્સાહ અને આન દથી ચિત્તને વિશુદ્ધ વિશુદ્ધ કરતે, ભાલ્લાસ વધારતે તથા લોકેત્તર સમ્યગુ ભાવવંદન વગેરે શુધિ સાચવ, મહા આનંદ સાથે પ્રવજ્યાને અગીકાર કરે, જે લૌકિક સંસારવહારને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક લકત્તર ચારિત્રવ્યવહારોમાં જોડાઈ જવારૂપ છે. ગુરુ આદિ ૮ વિધાનની આવશ્યક્તાના હેતુ –
આ વિધાન સહેતુક છે પહેલી તે ગુરુની આવશ્યકતા એટલા માટે કે, (૧) ચારિત્રધર્મનાં અનુષ્ઠાન–સામાચારી વગેરેથી અપરિચિત મુમુક્ષુને એના પરિચયવાળા ગુરુ પાસેથી જ એનું માર્ગદર્શન મળે. (૨) શાસ્ત્રમના ઉત્સર્ગ–અપવાદ ગુરુ જાણતા હોય તેથી એમની દેખરેખ નીચે જ એને અનુસારે ચારિત્રપાલન થઈ શકે. ક્યાં ઉત્સર્ગ મા સાધ, ક્યાં અપવાદ માર્ગનું આલંબન કરવું, એ ગુરુ ચીધી શકે; કેમકે એમાં ગુણ–દોષ (ગૌરવ-લાઘવ)ના ટકા માપવાનું ગજું એમનું હોય છે. (૩) છૂપા કુસંસ્કારે ક્યારે ય ઉદય ન પામી જાય એ માટે માથે ગુરુને અંકુશ જરૂરી છે. (૪) આરાધનામાં સારું પ્રોત્સાહન એટલે કે કયાંક ઉપવૃંહણ (સમર્થન–અનુદન ), ને ક્યાંક સંશોધન ગીતાર્થ અને હિતજ્ઞ ગુરુ જ કરી શકે | (૨) દીક્ષારવીકારની ક્રિયા એક મહાગંભીર અનુષ્ઠાન છે. સામાન્ય શુભાનુષ્ઠાન પણ ઈષ્ટદેવને નમસ્કારાદિરૂપ મંગળ કરીને હોય છે, તો આમાં તો એ અવશ્ય જોઈએ, ને એ