________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૭
મરુદેવ માતા, ઋષભદેવ ભગવાન ચારિત્ર માર્ગે સંચર્યા ત્યારે રેતા હતા. તે એવું રાતા રહ્યા કે આંસુ લૂછવાને અવકાશ નથી તે સુકાઈ સુકાઈ આંખ આડે એના પડળ બંધાઈ ગયા ! એક હજાર વરસ સુધી એ દુઃખી રહ્યા. તે શું એ પ્રભુએ અજુગતું કર્યું? ના, હજાર વર્ષ પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા અને તરત મદેવા માતા ત્યાં આવી પ્રભુની દેશના સાંભળી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા ! કેટલું સુંદર! માતાના રુદન પર પ્રભુ ઘરે બેસી રહ્યા હોત તે માતાને શું પમાડત? અને માતા એમ ઘરે પુત્રને જોતા બેસી રહે રાગ પિોષાતો રહેવામાં આયુષ્ય ખૂટે ક્યાં જાત?
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માતાએ એમના પિતાની ગેરહાજરીમાં ગુરુને વહોરાવી દીધા, તે પિતા ઘરે આવી ધુંઆ પુઆ થતાં લેવા ઉપડ્યા. ઉદાયન મંત્રીએ એની આગળ સેનયાનો ઢગલે અને પિતાના દેવકુંવર જેવા બે પુત્ર વાભટ્ટ અને આમ્રભટ્ટને આગળ કરી કહ્યું, “આ સોનૈયા અને આ બે પુત્રમાંથી ગમે તે પુત્ર લઈ જાઓ, પણ તમારા શાસન પ્રભાવક તેજસ્વી પુત્રરત્નને ગુરુને સોંપી દે. ચારિત્ર લઈ, એ શાસનના સૂર્ય પાકશે ! હજારે લાખો લોકોને ધર્મ પમાડશે !” બાપે પીગળી જઈ કશું લીધા વિના દીક્ષા અપાવી, જાતે ધર્મ પ્રાપ્તિ કરી. - વજીસ્વામિએ માતાની નારાજીમાં દીક્ષા લીધી, તો પાછળથી માતા પ્રતિબંધ પામી ચારિત્ર લેનારી બની.
અવંતી સુકમાળે ઘરમાં ગુપ્તપણે સાધુવેશ પહેરી લીધે તો રાની માતા તથા સ્ત્રીઓ શાંત પડી ગઈ અને માતાએ પુત્રને જાતે જઈ ને ગુરુને સોંપી દીક્ષા અપાવી, અને અવંતીના સ્વર્ગગમન પર એક