________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૦૫ નિમિત્ત સંયમ સ્વીકારવા દ્વારા માતાપિતાને છોડી જાય. અર્થાત્ એમને છેડી ચારિત્ર ગ્રહણ કરે. હવે ત્યાં વિશિષ્ટ કોટિના ગુરુમહારાજ અને શાસ્ત્ર વગેરે સામગ્રી પામીને જાણેલી સુંદર ધર્મકથાઓ અને ધર્મચર્ચાઓ દ્વારા દીક્ષિત પુત્ર માતાપિતાને સમ્યક્ત્વાદિ-ઔષધ પમાડી શકશે. તેમ પિતે પણ ગુરુદેવના સાન્નિધ્યમાં ગ્રહણ-આસેવન શિક્ષા પામતે તપ–સંયમ-સ્વાધ્યાયાદિના કૃત્ય બજાવીને, આત્મપેષક જે જ્ઞાનાદિરૂપ ભાવપ્રાણ, તેનું નિર્વાહક જીવન (આજીવિકા) પામી શકશે ચારિત્ર લેવામાં આ પવિત્ર ઉદ્દેશ છે, નિર્મળ આશય છે.
આ આશયથી માતાપિતાને છેડી જતા એ જ સાધુ છે, એટલે કે સિદ્ધિના વિષયમાં ધર્મશીલ છે, પ્રયત્નશીલ છે, મોક્ષના વાસ્તવિક કર્તવ્યને બજાવનારો છે. જ્યારે માતાપિતા અનુમતિ નથી આપતા, રુવે છે, એમ કરી મેહથી એમને ન છેડી જઈ સંયમ ન લે, તો એ સાધુ નથી, અર્થાત્ ધર્મશીલ નથી, અને સ્વધર્મશીલ ન હોય એ સ્વની કે પરની હિતસિદ્ધિ ક્યાંથી કરી શકે? આજે એવા કેટલાય દાખલા છે કે જેમાં દીક્ષાથી હવા છતાં માતાપિતાદિના મેહમાં દબાઈ રહ્યા તો એ સંસારમાં ફસી ગયા; ન પિતે ચારિત્ર પામ્યા, કે ન એમને કશું પમાડયુ. માટે એમને છેડી ચારિત્ર લેવું એ જ હિતાવહ છે.
પ્રો-દીક્ષા જેવી પવિત્ર વસ્તુમા માતાપિતાને તરછોડી જવાનું શેભે ? એ ત્યાગ ઉચિત છે?
ઉ૦–પૂર્વોક્ત બધી વિધિ સાચવ્યા છતાં; જે માતાપિતા રજા નથી આપતા, એમને હવે મહાન આશયથી ચારિત્ર લેવા